કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ આજે કોંગ્રેસ છોડીને TMCમાં જોડાઈ શકે છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળી શકે છે. પરંતુ આ બેઠક પહેલા જ તેમણે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યાં છે કે, કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ આજે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. શક્ય છે કે, તેઓ મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાય
26 વર્ષ બાદ ભાજપ છોડી દીધું હતું
26 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પાર્ટી છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે, કીર્તિ આઝાદના રૂપમાં ટીએમસીને બિહારમાં મોટો ચહેરો મળશે. કીર્તિ આઝાદના પિતા કોંગ્રેસના નેતા અને બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. કીર્તિ આઝાદે, જે 1983 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. તેણે ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય ઈનિંગ્સની શરૂઆત કરી હતી, જો કે, ભાજપના નેતા અરુણ જેટલી સાથેના તેના સંબંધઓમાં તણાવ એટલી હદે વધી ગયો હતો કે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં
આઝાદે 2019માં ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા
કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર 2019ની સામાન્ય ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા. કીર્તિ આઝાદને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત પણ ચાલી હતી, પરંતુ તેના કારણે તેઓ લાંબા સમયથી પાર્ટીમાં ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા. હવે એવા સમાચાર છે કે કીર્તિ આઝાદ ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે.