બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Confusion still in Congress: 36 seats yet to announce candidate, 10 MLA tickets in doubt

મૂંઝવણ / કોંગ્રેસમાં હજુ કન્ફ્યુઝન: 36 બેઠકો પર હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી, 10 MLAની ટિકિટ પર આશંકા

Priyakant

Last Updated: 12:28 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાકી રહેલી 36માંથી 10 બેઠકમાં વર્તમાન ધારાસભ્ય હોવા છતાં નિર્ણય લેવાનો બાકી, 10 ધારાસભ્યોને કાપવા કે રીપિટ કરવા અંગે કોંગ્રેસ મૂંઝવણમાં

  • વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસમાં મૂંઝવણ
  • મિશન 2022 માટે કોંગ્રેસે હજુ 36 બેઠકોના ઉમેદવાર જાહેર નથી કર્યા 
  • 36 પૈકી 10 વર્તમાન ધારાસભ્યો અંગે કોંગ્રેસે નથી કર્યો નિર્ણય 
  • 10 ધારાસભ્યોને કાપવા કે રીપિટ કરવા અંગે કોંગ્રેસ મૂંઝવણમાં 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ કોંગ્રેસે પણ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ માટો ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, હજુ પણ અમુક બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે. જોકે આ તરફ હવે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસમાં મૂંઝવણ જોવા મળી રહી છે. 

ગુજરાત ચુંટણીને લઈ કોંગ્રેસે હજી સુધી 36 બેઠકોમાં ઉમેદવાર જાહેર નથી કર્યા. વિગતો મુજબ 36માંથી 10 બેઠકમાં વર્તમાન ધારાસભ્ય હોવા છતાં નિર્ણય લેવાનો બાકી હોવાનું ખૂલ્યું છે. આ સાથે 10 ધારાસભ્યોની ટિકિટ કાપવી કે રિપીટ કરવા તે અંગે કોંગ્રેસમાં મૂંઝવણમાં છે. મહત્વનું છે કે, 3 બેઠકો ઉપર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા બેઠકમાં NCP સાથે  ગઠબંધન થયું છે. 

આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી 

મહત્વનું છે કે, કોંગ્રેસે હજી સુધી પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર નામ જાહેર નથી કર્યા.  

36 પૈકી 10 વર્તમાન ધારાસભ્યો છતાં નિર્ણય અધ્ધરતાલ 

36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય છે છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેમાં પાલનપુર મહેશ પટેલ, દિયોદર શિવાભાઈ ભુરીયા, બેચરાજી ભરતજી ઠાકોર, બાયડ જશુભાઇ પટેલ, વિરમગામ લાખાભાઇ ભરવાડ, ધંધુકા રાજેશભાઈ ગોહિલ, પેટલાદ નિરંજન પટેલ, ઠાસરા કાંતિભાઈ પરમાર, કપડવંજ કાળુભાઇ ડાભી અને બાલાસિનોરના અજિત ચૌહાણ વર્તમાન ધારાસભ્ય છે. આમ છતાં હવે આ 10 માં થી કોઈની ટિકિટ કપાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ