બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Condoms, drugs and secret contracts the story of Nithyananda

લંપટ સાધુ / કોન્ડોમ, ડ્રગ્સ, અને કાળાજાદૂની દુનિયાનો બેતાજ બાદશાહ કોણ છે સ્વામી નિત્યાનંદ?

Published By: Gayatri

Last Updated: 11:26 AM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડુનો નિત્યાનંદ સ્વામી અનેક વાર વિવાદોમાં ઘેરાઈ ચુક્યો છે પોતાના અનુયાયીઓ સાથે કામલીલા માટે આ બાબા કુખ્યાત છે તેના ઉપર પોલીસ ચોપડે થોકબંધ કેસ બોલે છે. પરંતુ તેમ છતાં તેના આંધળા અનુયાયીઓને કારણે તેને હંમેશા નવા શિકાર મળતા રહે છે આ વખતે બાબા ગુજરાતમાં ભુલો પડ્યો છે અને અમદાવાદમાંથી યુવતી ગાયબ થઈ છે. અગાઉ અભિનેત્રી સાથેના સેક્સ સીડીકાંડને કારણે બાબો ઘેરઘેર જાણીતો બન્યો હતો.

  • નીત નવા દાવા કરે છે નિત્યાનંદ
  • દ. ભારતની પ્રખ્યાત અભિનેત્રી સાથે સેક્સકાંડમાં કુખ્યાત
  • સ્વયંભુ છે સ્વામી

બહુ ગાજેલા સેક્સ સીડીકાંડને કારણે હાલપણ જ્યારે ફેક બાબાઓની યાદી બને છે ત્યારે સ્વામી નિત્યાનંદનું નામ પણ તેમાં સામેલ હોય છે. આ જ બાબાએ અમદાવાદમાંથી યુવતીને ગાયબ કરી છે. તેના યોગીની આશ્રમમાં ભેદી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપ વચ્ચે બાબાનો ઈતિહાસ તપાસતા આ આક્ષેપ સાચા સાબિત થવાની પૂરેપુરી શક્યતાઓ નજરે પડી રહી છે. અગાઉ પણ સેક્સ સીડીકાંડને કારણે વિવાદ સર્જાયો હતો. બેંગલુરુમાં આશ્રમમાં નિત્યાનંદ અને સાધ્વીની સીડી બની હતી. સેક્સ સીડી બાદ નિત્યાનંદને જેલની સજા થઇ હતી. નિત્યાંનદ સામે બળાત્કાર જેવો ગંભીર આરોપ પણ છે. 

કર્ણાટકની કોર્ટમાં નિત્યાનંદ સામે ચાર્જ ફ્રેમ થયા હતા

નિત્યાંનદ પર બળાત્કાર, ધમકી, છેતરપિંડી જેવા આરોપો છે. નિત્યાનંદ પર ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પણ  આરોપ છે. 

નીત નવા દાવા કરે છે નિત્યાનંદ

નિત્યાનંદ ગુરુત્વાકર્ષણની થિયરીને ખોટી માને છે. નિત્યાનંદ દાવો કરે છે કે હું સુર્યને 40 મિનિટ સુધી રોકી શકુ છું. તે ભક્તોને કહે છે કે હું ફ્લેગ ઓફ ન કરું ત્યાં સુધી સુર્ય ન ઉગે. 
નિત્યાનંદ દાવો કરે છે કે સિંહ, ગાય, વાઘને સંસ્કૃતિ શિખવાડી શકું છું. નિત્યાનંદ માણસમાં ત્રીજી આંખ હોવાનો પણ દાવો કરે છે.  નિત્યાનંદ કહે છે અંધ વ્યક્તિ મારા કારણે જોઇ પણ શકે છે. 

યોગ-ધ્યાનથી ભણેલા ગણેલાને પણ આકર્ષે છે

નિત્યાનંદના દેશ-વિદેશમાં હજારો અનુયાયી ધરાવે છે. યોગ-ધ્યાન અને આંતરિક શક્તિ મુદ્દે અનુયાયીને આકર્ષે છે. વૈજ્ઞાનિક થિયરી અને હાઈટેક ગેઝેટના ઉપયોગથી સાવ યુવાન અને ભણેલા ગણેલા લોકોને પણ આ સ્વામીબાબાો પોતાના તરફ ખેંચે છે. 

સ્વયંભુ છે સ્વામી

તમિલનાડુના તિરુનામલૈની રહેવાસી રાજશેખરાએ 22 વર્ષની વયે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો દાવો કર્યો હતો. આ બાબા આજે સ્વામી નિત્યાનંદ તરીકે ઓળખાય છે. સ્વયંભુ બાબા સ્વામી નિત્યાનંદ હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેમની ભૂમિકા હંમેશાં શંકાસ્પદ રહી છે, જેમાં સેક્સ સીડીથી લઈને ભક્તો સાથેના જાતીય દુર્વ્યવહારના આરોપો છે. નિત્યાનંદ પર ઘણા કેસો નોંધાયા છે. 2010 માં, બાબાની એક સેક્સ સીડીએ એક સનસનાટી મચાવી હતી.

દ. ભારતની પ્રખ્યાત અભિનેત્રી સાથે સેક્સકાંડમાં કુખ્યાત

આ વીડિયોમાં નિત્યાનંદ દક્ષિણની એક પ્રખ્યાત અભિનેત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. કેસ નોંધવામાં આવ્યો હતો અને નિત્યાનંદ ધરપકડના ડરથી ભાગી ગયો હતો. જે બાદ તેને કર્ણાટક પોલીસે હિમાચલ પ્રદેશના સોલનથી ધરપકડ કરી હતી. તે સમય દરમિયાન નિત્યાનંદના ઘણા આશ્રમોમાં તાળાબંધી પણ કરી હતી. હાલમાં તેને જામીન પર મુક્ત છે.

સંકળાયેલા મુદ્દાઓ

a girl missing sex scandal swami Nithyananda અમદાવાદ ગુજરાતી સેક્સકાંડ સ્વામી નિત્યાનંદ Nithyananda

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ