બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ,અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2030

આનંદો / ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ,અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2030

Last Updated: 08:34 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અવસરને ધ્યાનમાં રાખીને અમદાવાદના માળખાગત વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતો સંબંધિત સુવિધાઓ અને ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

Commonwealth Games 2030 to be organized in Gujarat :

ગુજરાત માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક સાબિત થયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદના નામે સત્તાવાર મંજૂરી મળી ચૂકી છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું પ્રતિનિધિ મંડળ હાજર રહ્યું. કોમનવેલ્થ સ્પોર્ટ્સ નામની સંસ્થા દ્વારા યજમાન દેશનું પસંદગીક્રમ નક્કી કરવામાં આવે છે અને આ વખતે એ સન્માન અમદાવાદને મળ્યું છે.

ગ્લાસગોમાં ખાસ કાર્યક્રમ દરમિયાન ઢોલ-નગારા અને ગુજરાતી ગરબાના માહોલ વચ્ચે આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી, જે દરેક ગુજરાતીને ગર્વ અનુભવી શકે તેવી ક્ષણ બની. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કોઈ પણ દેશ માટે માત્ર રમતગમત સુધી મર્યાદિત નથી, પરંતુ એની આંતરરાષ્ટ્રીય છબી, વિકાસ ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યના વિઝનનું પ્રતિબિંબ પણ દર્શાવે છે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત કુલ નવ દેશોએ આ ગેમ્સનું આયોજન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ વખત યજમાનીનો માન મેળવ્યો છે.

ભારતે હજી સુધી ત્રણ મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કર્યું છે—1951 અને 1982ની એશિયાઈ રમતો અને 2010ની કોમનવેલ્થ ગેમ્સ—ત્રણેય દિલ્હી ખાતે યોજાઈ હતી. હવે પહેલીવાર એવું બનશે કે ભારતની કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટ દિલ્હીની બહાર યોજાશે, અને તે પણ ગુજરાતની ધરતી પર.

2030ના વર્ષમાં અમદાવાદ માત્ર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર જ નહીં રહે, પરંતુ એક સુંદર સંયોગ પ્રમાણે કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરશે. આ રીતે, આ ગેમ્સ અમદાવાદ અને સમગ્ર ભારત માટે ઇતિહાસ રચવાના નવા દ્વાર ખોલશે.

હર્ષ સંઘવીની પહેલી પ્રતિક્રિયા

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે."

અમદાવાદમાં તમામ તૈયારીઓ પહેલાથી જ કરી દેવાઇ હતી

આ અવસરને ધ્યાનમાં રાખીને અમદાવાદના માળખાગત વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતો સંબંધિત સુવિધાઓ અને ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. તેમાં શહેરે અત્યાર સુધી કરેલા વિકાસકાર્ય અને ભવિષ્યમાં કરવામાં આવનાર આયોજનની વિગતવાર ચર્ચા થશે. ખાસ કરીને વિશ્વ-સ્તરીય રમતગમત કોમ્પ્લેક્સ, પરિવહન વ્યવસ્થા, સ્ટેડિયમ સુવિધાઓ અને નિવાસ વ્યવસ્થાનો સમાવેશ થશે.

આ પણ વાંચો : '1 લાખના 4 લાખ કરી આપીશું', લાલચ આપી લોકોને ફસાવતા 3 આરોપીઓ ભચાઉ પોલીસના શકંજામાં

ગુજરાતનાં પક્ષમાં ગયો નિર્ણય

જો આજનો નિર્ણય અમદાવાદના પક્ષમાં જશે, તો ગુજરાતને વિશ્વપટ પર ખેલકૂદ ક્ષેત્રે નવો દરજ્જો મળશે. કોમનવેલ્થ ગેમ્સ જેવા વિશાળ આંતરરાષ્ટ્રીય મહોત્સવની યજમાની મેળવવી માત્ર પ્રતિષ્ઠાનો વિષય નથી, પણ તે રાજ્ય માટે અનેક આર્થિક અને વિકાસલક્ષી તકો સર્જશે. પ્રવાસન, રમતગમત ઉદ્યોગ, હોટેલ અને સેવાસેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં મોટી વૃદ્ધિ થવાની શક્યતા છે.

ગુજરાતનાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ટરને મળશે નવી ઉંચાઇ

2030ની યજમાની મળવાથી ગાંધીનગર–અમદાવાદ મેટ્રો, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમત સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ સુધારા થશે. ઉપરાંત, સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ સારા અવસર મળશે અને રમતગમત સંસ્કૃતિને નવા પંખ મળશે. આ નિર્ણય ગુજરાત માટે નવો માઈલસ્ટોન સાબિત થશે અને રાજ્યને વિશ્વ રમતગમતના નકશા પર આગવું સ્થાન અપાવશે તેવી આશા વ્યકત થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Commonwealth Games 2030 to be held in Ahmedabad Commonwealth Games 2030 to be organized in Gujarat India to host Commonwealth Games 2030
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ