બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ
Last Updated: 04:10 PM, 3 January 2025
ઠંડીને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે અને ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અત્રે જણાવીએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે.
ADVERTISEMENT
નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન
ADVERTISEMENT
રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ઠંડીની લોકોને આંશિક રાહત આપતી આગાહી સામે આવી છે. આજે 9 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં 12.4 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અન્ય શહેરોમાં 12થી 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનના લીધે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. આગામી 3 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થવાની શક્યતા છે
ઠંડીનો ચમકારો..ઠેર ઠેર તાપણા
રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.
આ પણ વાંચો: ધોતી, ટોપી અને ચશ્મા પહેરીને અધિકારીએ કર્યો વેશપલટો, પાર પાડ્યું મજબૂત સ્ટિંગ ઓપરેશન, જુઓ Video
ઠંડીથી બચવા શું કરવું
ઠંડીથી બચવાના ઉપાય
સવારે અને સાંજે ગરમ કપડાં પહેરો
હૂંફાળું પાણી પીવો
ફ્રીઝરમાં રાખેલું પાણી કે અન્ય વસ્તુઓનું બિલકુલ સેવન ન કરો
બહારની ઠંડી વસ્તુ ખાવાનું ટાળો
ઠંડી ઓછી થાય ત્યારે જ સવારે ચાલવા જાઓ
સૂર્ય પ્રકાશ લેવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.