સકારાત્મક પહેલ / કોરોના સંકટમાં સરકારે મંગાવ્યું ખાસ મશીન, 24 કલાકમાં કરશે આટલા સેમ્પલની તપાસ

cobas-6800 machine called for coronavirus test-it will be able to test 1200 samples in 24 hours

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હાલમાં રોજ 1 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ 504 સરકારી અને પ્રાઈવેટ લેબમાં કરાઈ રહ્યા છે. આ સમયે ઓછા સમયમાં વધારે સેમ્પલની તપાસ થઈ શકે તે માટે COBAS 6800 મશીન લાવવામાં આવ્યું છે. તેને એનસીડીસી એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનને ગુરુવારે આપવામાં આવ્યું છે. ભારતમાં ટેસ્ટિંગ માટેનું આ પહેલું મશીન છે. આ મશીનની ખાસિયત છે કે તે 24 કલાકમાં 1200 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ