બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CNG price increase for sixth time in last 2 months in Gujarat, now have to pay so much rupees

મોંઘવારી / છેલ્લા 2 જ મહિનામાં ગુજરાતમાં છઠ્ઠીવાર CNGના ભાવમાં વધારો, હવે ચૂકવવા પડશે આટલાં રૂપિયા

Malay

Last Updated: 01:51 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CNG Gas Price Hiked: ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફરી એકવાર CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

  • જનતા પર મોંઘવારીનો વધુ એક માર 
  • અદાણીના CNGના ભાવમાં ફરી વધારો
  • અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો
  • CNG ગેસનો ભાવ વધીને 75.99 રૂપિયા થયો

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે, 2 મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. 

CNGનો એક કિલોનો ભાવ 75.99 રૂપિયા થયો
CNGમાં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે CNG 75.99 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે વાહનચાલકોએ અદાણીના CNG માટે 75.99 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અદાણીના CNGમાં 15 પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા પર અસર થશે. અદાણી CNGના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે.

એપ્રિલ મહિનામાં થયો હતો ઘટાડો
આપને જણાવી દઈએ કે, ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ અદાણી ગેસ સતત ભાવ વધારો કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં CNGના ભાવમાં છ વખત વધારો કરાયો છે. જ્યારે એક જ મહિનામાં 4 વખત ભાવ વધારો ઝીંકીને અદાણીએ CNGને સીધો 75.99 રૂપિયા પર પહોંચાડી દીધો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ