બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 'CM Yogi did well, today we got justice', Umeshpal's wife's big statement about Asad's encounter

Asad Encounter / 'CM યોગીએ સારું કર્યું, આજે અમને ન્યાય મળ્યો', અસદના એન્કાઉન્ટરને લઇ ઉમેશપાલના પત્નીનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 02:50 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asad Encounter News/ પુત્રના એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિક કોર્ટમાં ઢળી પડ્યો, ઉમેશ પાલની પત્નિએ કહ્યું છે કે, CM યોગીએ જે કર્યુ તે સારુ કર્યું, અસદને જીવતો પકડવાનો કર્યો હતો પ્રયાસ-STF

  • અતિક અહેમદના પુત્ર ઝાંસીમાં STFએ કર્યુ એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિકને કોર્ટમાં ચક્કર આવ્યા
  • પુત્રના એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિક કોર્ટમાં ઢળી પડ્યો
  • અસદના એન્કાઉન્ટર અંગે ઉમેશપાલના પરિવારનું નિવેદન
  • CM યોગીએ જે કર્યુ તે સારુ કર્યું-ઉમેશપાલ પત્ની
  • અસદને જીવતો પકડવાનો કર્યો હતો પ્રયાસ-STF

 અતિક અહેમદના પુત્ર ઝાંસીમાં STFએ એન્કાઉન્ટર કર્યુ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિકને કોર્ટમાં ચક્કર આવ્યા છે. પુત્રના એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિક કોર્ટમાં ઢળી પડ્યો હતો. આ તરફ હવે અસદના એન્કાઉન્ટર અંગે ઉમેશપાલના પરિવારનું નિવેદન પણ સામે આવ્યું છે. ઉમેશ પાલની પત્નિએ કહ્યું છે કે, CM યોગીએ જે કર્યુ તે સારુ કર્યું. 

ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો હતો. આજે ઝાંસીમાં યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. 

શું કહ્યું ઉમેશ પાલના પત્નિએ ? 
આજે ઝાંસીમાં યુપી એસટીએફે અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરી દીધું છે. જેને લઈ ઉમેશ પાલની પત્નિનું નિવેદન સામે આવ્યું છે. ઉમેશ પાલની પત્નિએ કહ્યું કે, CM યોગીએ જે કર્યુ તે સારુ કર્યું છે. એન્કાઉન્ટર થવાથી અમને ન્યાય મળ્યો છે. આ સાથે ઉમેર્યું હતું કે, સરકારે અમારો અવાજ સાંભળ્યો છે. CM યોગી પર અમને સંપૂર્ણ ભરોસો હોઇ યુપી પોલીસે આજે ન્યાય કર્યો છે. 

અસદના એન્કાઉન્ટર બાદ CM યોગી આદિત્યનાથે માંગ્યો રિપોર્ટ 
યુપી એસટીએફે અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરી દીધા બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવ્યા છે. જેને લઈ CM યોગી આદિત્યનાથે એન્કાઉન્ટરનો રિપોર્ટ માગ્યો છે. મહત્વનું છે કે,  પુત્રના એન્કાઉન્ટરની ખબર સાંભળીને અતિક કોર્ટમાં ઢળી પડ્યો હતો. 

શું કહ્યું યુપી STFની ટીમે ? 
આજે ઝાંસીમાં યુપી STFના ડેપ્યુટી SP નવેન્દુ અને ડેપ્યુટી SP વિમલના નેતૃત્વમાં અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેને લઈ STFની ટીમે કહ્યું છે કે, અસદને જીવતો પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કહ્યું કે, અસદ અને તેના સાથી પાસેથી વિદેશી હથિયારો મળ્યા હતા.  અસદ ઝાંસીથી અન્ય સ્થળે ભાગવાની ફિરાકમાં હોવાનું પણ યુપી STFની ટીમે ઉમેર્યું હતું. 

માફિયાગીરીમાં અસદની એન્ટ્રી 6 મહિના પહેલા જ થઈ હતી
નોંધનીય છે કે, અતીક અહેમદના પુત્ર અસદની 6 મહિના પહેલા જ માફિયાગીરીમાં એન્ટ્રી થઈ હતી. ગુનાખોરીની દુનિયામાં આવ્યા પહેલા અસદનો કોઈ ગુનાહિત રેકર્ડ ન હતો. આ તરફ 24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલ હત્યા કેસમાં અસદનું નામ આવ્યું હતું. ઉમેશ પાલ હત્યા કેસમાં નામ આવ્યા બાદ અસદ મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બન્યો હતો. આ સાથે અસદના અન્ય ભાઈઓના જેલવાસ બાદ અસદે ગેંગ સંભાળી હતી. 

શું હતો સમગ્ર મામલો ? 
24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુપાલ હત્યા કેસમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સ માર્યા ગયા હતા.

ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલામાં શાઇસ્તાની સાથે 5 શૂટર્સ (અસદ, અતીક અહેમદનો પુત્ર, અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબી)ને શોધી રહી હતી. પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે 47 દિવસથી ફરાર અસદ અને ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ