બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / CM Rupani in Surat for covid 19 pandemic high alert

મહામારી / સુરતની સમીક્ષા CM રૂપાણીનું નિવેદન, કોરોનાને કાબૂમાં લાવવા અમદાવાદ જેવો જ ઍક્શન પ્લાન સુરતમાં અમલી કરાશે

Gayatri

Last Updated: 03:14 PM, 4 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ બાદ કોરોનાનું હબ બનેલા સુરતમાં આજે સીએમ રૂપાણી રૂબરૂ મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે કોવિડને પહોંચી વળવા માટેની કામગીરીની સમીક્ષા કરી હતી અને પત્રકાર પરિષદમાં સુરતમાં કોરોના સાથે લડવા માટેના માસ્ટરપ્લાનની ચર્ચા કરી હતી. જો કે તાજેતરમાં જ સુરતના સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કારના આંકડા અને સરકારી વેબસાઈટના આંકડામાં બહુ મોટો તફાવત જોવા મળ્યો હતો જે અંગે CMએ સરકારી વેબસાઈટના આંકડા જ સાચા ગણાવ્યા હતા.

  • સરકારી વેબસાઈટના આંકડા સાચા
  • કોરોનાને કાબુમાં લાવવા ઉદ્યોગો બંદ કરાશે
  • લોકડાઉનની કોઈ શક્યતા નથી: CM 

સુરતમા દિવસે દિવસે કેસમા વધારો થઇ રહ્યો છે. જો કે જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા હતા. ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો છે. એ જ મોડેલ સુરતમાં પણ અપનાવીશું. સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશુ. 

સરકારી અધિકારીઓની ફોજ હાજર છે

IAS લેવલના અધિકારીઓ સાથે મસલત કરીને તેમને સુરતમાં કોરોના રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ ત્રણ દિવસ સમીક્ષા કરી રહ્યા છે 
સુરતમા કોવિડ-19 હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂ ખર્ચાશે. ધનવંતરી રથ પણ સુરતના 500 સ્થળો પર ફરશે. દરરોજ 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર દવા અપાશે. સાંજ સુધીમાં 200 વેલ્ટિનેટર સુરતને મળશે. 

સુરતમાં ઉદ્યોગ બંધ કરાશે

CM રૂપાણીએ સુરતમાં ઉદ્યોગો મામલે જણાવ્યું હતુ કે, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગોમાં કર્ચમારીઓમા સંક્રમણનો વધારો થયો છે જેને કારણે હીરા કારખાના અને ફેક્ટ્રરીઓ બંધ કરાશે.  નિયમો ઉલ્લંઘન સામે કાયદેસરના પગલા લેવાશે. 
 
આકંડાઓ તફાવત અંગે CM રૂપાણીનુ નિવેદન

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે,  સરકારની વેબસાઇટ પર આવેલ આકંડા સ્પષ્ટ જ છે. કોરોના દર્દીઓને મોબાઇલની છુટ આપવાની આવી છે. સુરતમાં ફરીથી  લોકડાઉનન નહી લાગે. 

શું કહ્યુ CM રૂપાણીએ?

  •  સુરત શહેરની સમીક્ષા બાદ cm રૂપાણીનુ નિવેદન
  •  સુરતમા દિવસે દિવસે કેસમા થઇ રહ્યો છે વધારો- cm રૂપાણી
  •  જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા
  •  ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો-
  •   સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશુ
  •  આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ ત્રણ દિવસ સમીક્ષા કરી
  •  સુરતમા કોવિડ-19 હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂ ખર્ચાશે
  • ધનવંતરી રથ પણ સુરતના 500 સ્થળો પર ફરશે
  •  દરરોજ 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર દવા અપાશે
  •  સાંજ સુધીમાં 200 વેલ્ટિનેટર સુરતને મળશે

સંકળાયેલા મુદ્દાઓ

CM Rupni ahmedabad covid 19 surat અમદાવાદ સીએમ રૂપાણી સુરત COVID-19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ