ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / CM Kejriwal of Delhi visits Gujarat today with many political arguments, find out the entire program

રાજકારણ / અરવિંદ કેજરીવાલનું અમદાવાદમાં આગમન, પ્રદેશ કાર્યાલયનું ઉદ્યાટન કરી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ

Published By: Kiran

Last Updated: 01:29 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિશન-2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ આગમન થતા આપના કાર્યકરો અને અગ્રણીઓએ કર્યું સ્વાગત

ADVERTISEMENT

UPDATED સવારે 10:18 

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આગમન

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ  અમદાવાદમાં આગમન, અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદનું આગમન થતા આપના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું

 

  • દિલ્હી CM અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે
  • સવારે 10.20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • સરકીટ હાઉસ ખાતે અગ્રણીઓ સાથે મુલાકાત કરશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપ્રાઇઝ પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે પહોંચેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે તેમાં બે મત નથી ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે તેમના આ ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે ત્યારે જેને લઈ ગુજરાતમાં આપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે, જેને લઈને પણ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે કેટલાક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. 

AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

આજે સવારે 10.20 કલાકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન થવાનું છે જેને લઈ આપ કાર્યકરોએ તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે મહત્વનું છે કે એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સીધા સરકીટ હાઉસ જશે ત્યાં સરકીટ હાઉસ ખાતે આપના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજશે. તેમજ પરિષદને સંબોધ્યાબાદ તેઓ નવ નિર્મિત આપના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે,

ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત

અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકો આપમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ". હવે અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Delhi CM Gujarat Politics gujarat અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકત ગુજરાત રાજકાણ દિલ્હી મુખ્યમંત્રી Delhi CM visits Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ