બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel's high level meeting regarding Omicron variant, gave big orders

BIG BREAKING / ઓમિક્રૉન વેરિયન્ટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની હાઇલેવલ મીટિંગ, આપ્યા મોટા આદેશ

Kiran

Last Updated: 11:27 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને રાજ્યોમાં વધતા ઓમિક્રોન સંકટને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે.

  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી
  • ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિને લઇ સમીક્ષા કરાઇ
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત

દેશ અને રાજ્યોમાં વધતા ઓમિક્રોન સંકટને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋતિકેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનને લઈને મહત્નની ચર્ચાઓ કરવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનની પ્રવર્તમાં સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે. ત્યારે દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારીને રોજ 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવે  તેવા મુખ્યમંત્રી દ્વારા નિર્દેશ પણ કરવામં આવ્યા છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરાય તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. 

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

થાક લાગવો (Fatigue)
જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકાન મેડિકલ એસોસિએશનના ચેયરપર્સન એન્જિક કોએત્જીએ         (Angelique Coetzee) થાક સહિત નીચે જણાવેલા લક્ષણોને Omicronના સંક્રમિત દર્દીઓમાં જોયા છે. 

શરીરમાં દુઃખાવો        (Body aches & Pains)
કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે. 

માથામાં ખુબ જ દુખાવો (Severe Headache)
Omicron વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે. 

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો 
સ્વાદ અને ગંધ ન આવવી         (Loss of Smell/Taste)
કોરોનાના Delta વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ  Omicron વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા. 

નાક બંધ રહેવું         (Severely Blocked Nose)
કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ Omicron વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા. 

ખૂબ વધારે તાવ         (Severe Temperature)

તાવ આવવો અથવા વધારે તાપમાનના કારણે Delta વેરિએન્ટથી સંક્રમિત ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જોવે લક્ષણો પણ નથી જોવા મળ્યા.

સ્કૂલ અને કોલેજોમાં કોરોનાના કેસ

રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસો વધતાની સાથે રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શિક્ષકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર જિલ્લાના તમામ DEOને મોકલી આપવામાં આવ્યો છે. DEO દ્વારા તમામ શાળાના આચાર્યોને વેક્સિનના બંને ડોઝ શિક્ષકોએ લીધા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. આચાર્યએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરી રિપોર્ટ સોંપવાનો રહેશે. ખોટો રિપોર્ટ આપનાર આચાર્ય સામે શિક્ષણ વિભાગ પગલાં લેશે
 

સંકળાયેલા મુદ્દાઓ

omicron variant Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ