બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / CM Bhupendra Patel met Prime Minister Narendra Modi

PHOTOS / નવી સરકારની રચના બાદ CM ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ: રાષ્ટ્રપતિ મૂર્મુ, PM મોદી અને અમિત શાહ સાથે કરી શુભેચ્છા મુલાકાત

Dinesh

Last Updated: 09:30 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત; રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ તેમજ રાજનાથસિંહ સાથે કરી શુભેચ્છા મુલાકાત

 

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની મુલાકાત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી 
  • સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે કરી શુભેચ્છા મુલાકાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે તેમણે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે તેમજ વિકાસલક્ષી આયોજનો અંગે માર્ગદર્શન મેળવ્યું છે. તેમજ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે અને ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડે સાથે પણ મુલાકાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી 

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી શુભેચ્છા મુલાકાત

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે કરી શુભેચ્છા મુલાકાત

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સાથે પણ મુલાકાત કરી

ગુરુવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક 
PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર, સીએમ ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને આજની કેબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ગુરુવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે.

આવતીકાલે  CMનો ‘સ્વાગત’ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક  આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા 22મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ