બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel inaugurated the International Kite Festival 2023

અમદાવાદ / કોરોનાના બે વર્ષ બાદ ગુજરાતમાં ફરી કાઇટ ફેસ્ટિવલ શરૂ: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસ

Malay

Last Updated: 10:50 AM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું કર્યું ઉદ્ઘાટન, કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરી એક વખત ગુજરાતમાં આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. જી-20ના લોગો સાથે છપાયેલી પતંગો ઊડશે ગુજરાતના આકાશમાં.

 

  • CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું કર્યું ઉદ્ઘાટન
  • 8થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે પતંગ મહોત્સવ
  • અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ પતંગ મહોત્સવનું આયોજન

કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલવાનો છે. ત્યારે આજે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ વર્ષે G20 થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે. આ વખતે G20 દેશોના પ્રતિનિધિઓ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવાના છે. તો પતંગ મહોત્સવમાં G20ના લોગો સાથે છપાયેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળશે. પતંગ મહોત્સવમાં આવતા મુલાકાતીઓ માટે G20 ફોટોબૂથ તૈયાર કરવામાં આવ્યો છે.

વિકાસની ચર્ચા સાથે પતંગ મહોત્સવની ચર્ચા મોખરે રહી છેઃ મુળુભાઈ બેરા
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, આ મહોત્સવમાં સૌને આવકારીએ છીએ. વિકાસની ચર્ચા સાથે પતંગ મહોત્સવની ચર્ચા મોખરે રહી છે. વિદેશી પતંગબાજો પણ આ ઉત્સવમાં સહભાગી થયા છે. સમગ્ર વિશ્વમાં કાઈટ ફેસ્ટીવલની ચર્ચા થાય છે. ગુજરાતના 22 શહેરોમાંથી 660 પતંગબાજો પતંગમહોત્સવમાં જોડાયા છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ સંખ્યામાં વધારો થયો છે. રાજ્યનું અર્થતંત્ર પણ મજબૂત બની રહ્યું છે. ગુજરાત તહેવારો આગવી છટાથી ઉજવે છે

8 થી 14 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ પર પતંગ મહોત્સવ
પતંગ મહોત્સવમાં આવતતા મુલાકાતીઓ 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે. પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે. પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવી. અમદાવાદમાં 8 થી 14 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ પર પતંગ મહોત્સવ અંતર્ગત કાઇટ ફ્લાઇંગ થશે. 

અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ પતંગ મહોત્સવનું આયોજન
- 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર
- 10 જાન્યુઆરીએ કેવડિયા અને દ્વારકા
- 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ
- 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા
- 13 જાન્યુઆરીએ ઘોરડો ખાતે થશે કાઇટ ફ્લાઇંગ
 
53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં લીધો ભાગ 
પંતગોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો. જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોનો સમાવેશ થાય છે. 

14 રાજ્યોના 65 પતંગબાજોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 14 રાજ્યોના 65 પતંગબાજોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો. બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો.

ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજોએ ભાગ લીધો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં  અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ