બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Cleo County Society Resident Pulls and Drags Maid Out of Elevator To Work

ક્રાઈમ / VIDEO : નિર્દયી માલકણ ! લિફ્ટમાં નોકરાણીની કરી પીટાઈ, ખેંચીને લઈ જઈ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:26 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની સોસાયટીમાં ફરી એકવાર ઘરેલુ નોકરને ઢોરમાર માર્યાની ઘટના બની છે.

  • નોઈડાની સોસાયટીમાં માલકણ બની નિર્દયી
  • નોકરાણી અને તેની પુત્રીને લિફ્ટમાં માર માર્યો 
  • લિફ્ટમાંથી ખેંચીને લઈ ગઈ 

નોઈડાની ક્લિયો કાઉન્ટી સોસાયટીમાં શેફાલી કૌલ નામની એક મહિલાએ તેની નોકરાણીની પીટાઈ કરી હતી. પીડિતાની માતાએ આરોપ લગાવ્યો હતો કે મહિલાએ તેની અને તેની પુત્રી પર હુમલો કર્યો હતો અને જ્યારે તેણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને લિફ્ટમાં માર માર્યો હતો અને તેમાંથી ખેંચીને લઈ ગઈ હતી. એડીસીપી (સેન્ટ્રલ નોઇડા) સાદ મિયા ખાને જણાવ્યું હતું કે, "ફરિયાદીએ કહ્યું હતું કે શફાલી કૌલે તેની પુત્રીને બંધક બનાવી હતી અને તેના પર હુમલો કર્યો હતો. કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે. 

લિફ્ટમાં નોકરાણીને માર મરાયો 
જાણકારી અનુસાર અનિતા ફુલડે હાઉસ હેલ્પર તરીકે કામ કરે છે. આરોપ છે કે શૈફાલી કૌલે અનિતાને બંધક બનાવીને તેના પર હુમલો કર્યો અને તેના ચહેરા, ગળા અને હાથ પર ઈજાઓ પહોંચાડી. 

માલિક સામે કેસ નોંધાયો, તપાસ ચાલુ
ફેઝ 3 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર યુવતી ક્લિયો કાઉન્ટીમાં શેફાલી કૌલના ઘરે રહેતી હતી. શફાલી કૌલે પીડિતાને બંધક બનાવી હતી અને તેના પર હુમલો કર્યો હતો. અનિતા શેફાલીના ઘરે હાઉસ હેલ્પનું કામ કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ફેઝ 3 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, વધુ તપાસ ચાલી રહી છે. આ વીડિયો વાયરલ થતા લોકો ભડક્યાં હતા અને માલકણની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ