ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Classical singer dies of heart attack at 92, 3 times Padma honoree

શોક / સંગીત જગતમાં શોકની લહેર: 92 વર્ષની વયે ક્લાસિકલ સિંગરનું હાર્ટઅટેકથી નિધન, 3 વખત મળ્યા હતા પદ્મ સન્માન

Published By: Mahadev Dave

Last Updated: 04:00 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રીય ગાયિકા અને પદ્મ પુરસ્કાર વિજેતા પ્રભા અત્રેનું 92 વર્ષની વયે નિધન થયું છે.પ્રભા અત્રેને હાર્ટ એટેક આવ્યા બાદ તે હોસ્પિટલ પહોચે તે અગાઉ જ તેઓનું મોત થયાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

  • શાસ્ત્રીય ગાયિકા અને પદ્મ પુરસ્કાર વિજેતા પ્રભા અત્રેનું નિધન
  • પ્રભા અત્રેને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ પહોચે તે પહેલા જ મોત
  • પ્રભા અત્રેના નિધનથી મોટો આઘાત

ક્લાસિકલ સિંગર અને પદ્મ પુરસ્કાર સન્માનિત પ્રભા અત્રેનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. પ્રભા અત્રેને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ લઈ જતા સમયે તેમનું રસ્તા જ નિધન થયું હતું. જ્યારે પ્રભા અત્રેને હાર્ટ એટેક આવ્યો કે તરત જ પરિવારના સભ્યો દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. પ્રભા અત્રેના અચાનક નિધનને લઈને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

ફેમસ સિંગર પ્રભા અત્રેનું હાર્ટ એટકેથી નિધન થતાં તેના ફેન્સ પણ શોકમાં મુકાઈ ગયા છે. મુંબઈમાં થોડા સમય પછી જ તેનું એક પરફોર્મન્સ થવાનું હતું. જેની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. પણ અચાનક તેના નિધનથી તેના ફેન્સ દુખી છે અને સૌ કોઈ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યું છે.

8 વર્ષની ઉંમરે શિખ્યુ હતુ ક્લાસિકલ મ્યૂઝિક
13 સપ્ટેમ્બર 1932માં પુણેમાં જન્મેલા પ્રભા અત્રે બાળપણથી જ ક્લાસિકલ મ્યુઝિકમાં દિલચસ્પી હતી.8 વર્ષની ઉંમરમાં જ તેને ક્લાસિકલ મ્યૂઝિક સાંભળવાની અને તેની ટ્રેનિંગ લીધી હતી. પ્રભા અત્રે કિરાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ગઝલ, ગીત, દાદરા અને ઠુમરીથી માંડીને નાટ્ય સંગીત અને ભજન સુધીની દરેક બાબતમાં પારંગત હતા. પ્રભા અત્રેએ કથકની તાલીમ લીધી હતી.તેમણે સુરેશબાબુ માને અને હીરાબાઈ બારોડકર પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લીધી હતી.

પ્રભા અત્રેને 1990માં પદ્મશ્રી અને પછી 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. જે બાદ તેમને 2022માં પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રભા અત્રે એક લેખિકા પણ હતા.તેને એક સમયે 11 પુસ્તકો બહાર પાડ્યા હતા અને એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ મુંબઇમાં  જે કાર્યક્રમ થવાનો હતો તે પહેલાં જ હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થતાં ફેન્સ હવે શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Prabha Atre Prabha Atre passed away ક્લાસિકલ સિંગરનું મોત શાસ્ત્રીય ગાયિકા પ્રભા સંગીત જગત Prabha Atre passed away

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ