બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / clash between two groups police fire akbarpura khambhat

મારામારી / આણંદના અકબરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત, ઝુંપડાઓમાં આગચંપી

Hiren

Last Updated: 06:46 PM, 24 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ અને પોરબંદરમાં સામાન્ય બાબતની બોલાચાલીમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં ઝૂંપડાઓમાં આગચંપી કરી. જેમાં એકનું મોત થયું. બીજી તરફ પોરબંદરના માધવપુર ઘેડની નવી ચોપાટી યુવાનો વચ્ચે લાકડીઓ વડે મારામારી થઇ હતી. આ મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે.

  • આણંદમાં જૂથ અથડામણમાં લોહિયાળ ખેલ 
  • અકબરપુરમાં જૂથ અથડામણમાં એકનું મોત
  • માધવપુરની નવી ચોપાટી પર મારામારી

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખંભાતના અકબરપુરામાં 2 જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ બન્ને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો હતો. સામાન્ય બાબતની બોલાચાલીમાં મામલો બહુ વણસ્યો હતો અને પથ્થરમારો શરૂ કરી ઝૂંપડાઓમાં આગ ચાંપી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત

મળતી માહિતી અનુસાર આણંદમાં ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસને 6 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સિવાય પોલીસે ટોળાને વિખેરવા માટે 25 ટીયર ગેસના સેલ છોડ્યા છે. સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. મોત બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. 

એસિડ એટેક, એક મહિલા દાઝી

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, આણંદના અકબરપુરામાં એસિડ એટેકની ઘટના પણ સામે આવી છે. બે જૂથ વચ્ચેના ઝઘડામાં એસિડ એટેકમાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હોવાની માહિતી મળી રહી છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે 

આ જૂથ અથડામણે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા તોફાની ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો અને કેટલાક ઝૂંપડાઓમાં આગચંપી કરી હતી. ટોળાએ પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો. જોકે  LCB, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખંભાત અને આસપાસના વિસ્તારની તમામ પોલીસ હાલ અકબરપુરામાં ખડકી દેવામાં આવી છે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોફાની તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ પોરબંદરના માધવપુરની નવી ચોપાટી પર મારામારી થઇ હતી. બે ગ્રુપના યુવકો વચ્ચે યુવાનો વચ્ચે લાકડીઓ વડે મરામારી થઇ હતી. આ મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

clash gujarat khambhat આણંદ ખંભાત પોરબંદર Anand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ