બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / cigarettes addictive and difficult to quit know science behind

ધુમ્રપાન / સિગારેટનું વ્યસન છોડવામાં શા માટે આવી જાય છે મોઢે ફીણ? આવું છે વૈજ્ઞાનિક કારણ, આ ઉપાય નીવડશે ફાયદાકારક

Kishor

Last Updated: 06:15 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

60 થી 75 ટકા લોકો સિગારેટ છોડવા અંગે સૌપ્રથમ નિણર્ય લીધા બાદ 6 માસના સમયગાળામાં ફરી સિગરેટ પીવાનું શરૂ કરી દેતા હોય છે.

  • સિગારેટની કુટેવમાંથી બહાર આવવું મુશ્કેલ
  • 60 થી 75 ટકા લોકો સિગારેટ છોડવા અંગે નિણર્ય લીધા બાદ ફરી શરૂ કરે છે
  • સિગારેટ છોડવાના બે રસ્તા

સિગારેટની કુટેવ એટલી ભયંકર હોય છે કે આ દૂષણમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે સિગારેટ છોડવી આવી મુશ્કેલ કેમ હોય છે? તે મામલે વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ રિસર્ચમાં સવાલના જવાબ આપી સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં કહેવાયું છે કે 60 થી 75 ટકા લોકો સિગારેટ છોડવા અંગે સૌપ્રથમ નિણર્ય લીધા બાદ 6 માસના સમયગાળામાં ફરી સિગારેટ પીવાનું શરૂ કરી દેતા હોય છે જેને લઈને આવી કુટેવોમાથી તે બહાર આવી શકતા નથી.

અચાનક સિગારેટ છોડી દેવાથી શરીરમાં શું થાય છે ફેરફાર? કેટલો સમય મન મક્કમ  રાખવાથી આદત છૂટી જશે/ what happens to your body when you quit smoking  suddenly


વ્યસન પાછળ વૈજ્ઞાનિક ફંડા

સિગારેટના વ્યસન પાછળ વૈજ્ઞાનિક ફંડાની વાત કરવામાં આવે તો કોઈ બંધાણી જ્યારે સિગારેટ પીવે છે ત્યારે સિગારેટમાં રહેલ તમાકુ બળે છે અને તે નિકોટીન છોડે છે. જે નિકોટીન બંધાણીના લોહી મારફતે ફેફસામાં પહોંચે છે અને મગજમાં હાજર રહેલા નિકોટીનીક એસિટીલકોલાઈન રિસેપ્ટને જાગૃત કરે છે. જે સક્રિય થયેલ ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનને મુક્ત કરે છે. જેની અસર મગજ પર પડતી હોવાથી આ ડોપામાઇન ધીમે ધીમે સિગારેટનું વ્યસન વધારે છે. કારણ કે જ્યારે ડોપામાઇન શરીરમાંથી બહાર આવે છે તે ક્ષણ આનંદદાયક હોવાથી લોકોને વારંવાર આવું કરવાનુ મન થાય છે પરિણામે સિગારેટનું વ્યસન થવા લાગે છે.

 

ના હોય! સિગારેટ પીનારને જ નહીં, આસપાસમાં ઊભા રહેનારને પણ પહોંચાડી શકે મોટું  નુકસાન, થર્ડ હેન્ડ સ્મોકથી સાવધાન | Cigarettes can cause great harm not  only to the ...


આવો છે વૈજ્ઞાનિકનો દાવો
એક વખત સિગારેટની લત લાગ્યા બાદ ફરી તેમાંથી બહાર આવવુ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે જ્યારે સિગારેટના વ્યસની સિગારેટ ન પીવે તો તેઓને ડોપામાઇન છોડવાની એ આનંદદાયક ક્ષણ અનુભવાતી નથી પરિણામે તે આનંદ ફરી મેળવવા તે નાછૂટકે પણ વ્યસન તરફ આકર્ષાય છે. પરિણામે સિગારેટ છોડવી મુશ્કેલ બની જાય છે. ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર મોત માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાંથી ધુમ્રપાનએ મુખ્ય કારણ છે. આંકડા અનુઆર વિશ્વભરમાં ૧૪ ટકા લોકો ધૂમ્રપાન અને ધુમ્રપાન સંબંધી રોગોને પરિણામે મોતના ખપ્પરમાં હોમાઈ છે.વૈજ્ઞાનિકોના દાવા અનુસાર સિગારેટ છોડવા માટે હિંમત સાથે દ્રઢ મનોબળથી વ્યસન છોડી શકાય છે. તો એવી ઘણી પદ્ધતિઓ પણ છે. જેનાથી નિકોટીન લેવાની ઈચ્છા ઘટાડી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ