બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / CID Crime raids in Ahmedabad, Gandhinagar and Vadodara

કાર્યવાહી / અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં CID ક્રાઈમના દરોડા, વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસ સર્ચ, મળ્યું નકલી

Priyakant

Last Updated: 10:22 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CID Crime Latest News: આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું

CID Crime : દિવસેને દિવસે ગુજરાતી યુવાનોના વિદેશ જવાના અભરખાને કારણે છેતરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે CID ક્રાઇમના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં રેડ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સતગે આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. મહત્વનું છે કે, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું છે.

રાજ્યમાં નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિગતો મુજબ CID ક્રાઇમની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ સાથે CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા મામલો ખુલ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 

વધુ વાંચો: હવે શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે કર્યો આદેશ, ટાંક્યું કારણ

CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમીયા ઓવરસીઝના માલિકને ધો.10 અને 12ની માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા. જેમાં સચિન ચૌધરી અને મિહિર રામીની તપાસમાં આ સમગ્ર ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓએ નોટરીનું સોગંદનામુ અને તમામ દસ્તાવેજો અસલી આપ્યા હતા. બંનેના પરિવારજનોએ વિઝા કન્સલટન્ટ વિશાલ પટેલને 3-3 લાખ પણ આપ્યા હોવાનું ખૂલ્યું છે. જેને લઈ હવે CID ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ