બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Chowdhury of Gujarat, pair of two brothers rule over Pakistan

દબદબો / કોણ છે "ગુજરાત"નાં ચૌધરી...? બે ભાઇઓની જોડી પાકિસ્તાન પર કરે છે રાજ, ગણાય છે સૌથી મોટા કિંગમેકર

Priyakant

Last Updated: 01:42 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Latest News: રાજકારણ, વેપાર, અમલદારશાહી, લશ્કર અને ન્યાયતંત્રમાં પ્રભાવ ધરાવતો આ પરિવાર પાકિસ્તાનમાં 'ગુજરાતના ચૌધરી'ના નામથી પ્રખ્યાત

  • પાકિસ્તાનમાં "ગુજરાત"ના બે ચૌધરી ભાઈઓનું ખૂબ મોટું વર્ચસ્વ 
  • 1980ના દાયકામાં બે ટેક્સટાઈલ બિઝનેસ ભાઈઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો
  • ચૌધરી ઝહૂર ઇલાહીથી શરૂ થાય છે આ પરિવારની રાજકીય વાર્તા

Pakistan News : પાડોશી દેશ પાકિસ્તાનમાં "ગુજરાત"ના બે ચૌધરી ભાઈઓનું ખૂબ મોટું વર્ચસ્વ છે. પાડોશી દેશ પાકિસ્તાનની રાજનીતિએ પણ ઘણા ચહેરાઓ અને ચમત્કારો જોયા છે. 1980ના દાયકામાં જ્યારે બે ટેક્સટાઈલ બિઝનેસ ભાઈઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ પંજાબના મુખ્ય પ્રધાનથી લઈને પાકિસ્તાનના વડા પ્રધાન સુધીના હોદ્દા પર હતા. રાજકારણ, વેપાર, અમલદારશાહી, લશ્કર અને ન્યાયતંત્રમાં પ્રભાવ ધરાવતો આ પરિવાર પાકિસ્તાનમાં 'ગુજરાતના ચૌધરી'ના નામથી પ્રખ્યાત છે. એક સમય એવો આવ્યો જ્યારે આ પરિવાર તેની મજબૂત રાજકીય પકડને કારણે પાકિસ્તાનનો કિંગમેકર કહેવાતો હતો. આ પરિવાર ક્યારેક નવાઝ શરીફ સાથે રહ્યો, ક્યારેક આસિફ અલી ઝરદારી સાથે તો ક્યારેક ઈમરાન ખાન સાથે.

જાણો કઈ રીતે થઈ રાજકારણની શરૂઆત ?
આ પરિવાર મૂળ પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લાનો છે, જે 1939માં અમૃતસરથી સ્થળાંતર કરીને અહીં સ્થાયી થયો હતો. પરિવાર મૂળભૂત રીતે જાટ પરિવાર છે. આ પરિવારની રાજકીય વાર્તા ચૌધરી ઝહૂર ઇલાહીથી શરૂ થાય છે, જેમણે 1956માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ઝહૂરના બીજા ભાઈ ચૌધરી મંજૂર ઈલાહીએ ફેમિલી બિઝનેસની જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું. માત્ર બે વર્ષ પછી ઝહૂર ઇલાહી જિલ્લા બોર્ડના અધ્યક્ષ પદે જીત્યા. આ પછી તેઓ સાંસદ તરીકે નેશનલ એસેમ્બલીમાં પણ ચૂંટાયા હતા. બાદમાં તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગના મોટા નેતા બન્યા.

એક PM બન્યા અને તો બીજા CM
1970માં જ્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનું શાસન આવ્યું ત્યારે ઝહૂર ઈલાહી પર તમામ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ તેઓ અટક્યા નહોતા. તેઓ વિપક્ષી દળ તરીકે ઉભરતા રહ્યા પરંતુ 1981માં મુર્તઝા ભુટ્ટો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી ચૌધરી પરિવારે નક્કી કર્યું કે, ઘરના બે પુત્રો, ચૌધરી શુજાત હુસૈન અને ચૌધરી પરવેઝ ઇલાહી (બંને પિતરાઈ ભાઈઓ) હવે રાજકારણમાં પરિવારના વારસાને આગળ વધારશે. આ પછી ચૌધરી બંધુઓનો 1980ના દાયકાથી મધ્ય પંજાબના રાજકારણ પર અજોડ પ્રભાવ હતો. તેમાંથી એક વડાપ્રધાન અને બીજા પંજાબના મુખ્યમંત્રી બન્યા.

ચૌધરી પરવેઝ ઇલાહીની સફર
ચૌધરી પરવેઝ ઇલાહીની વાસ્તવિક વાર્તા 1985 થી શરૂ થાય છે જ્યારે તેઓ પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરવેઝ 1985 થી 1993 સુધી મંત્રી હતા. તેઓ 1985, 1988, 1990 અને 1993ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ 1993થી 1996 વચ્ચે વિપક્ષના નેતા પણ હતા. આ સમયગાળા દરમિયાન ચૌધરી પરિવાર નવાઝ શરીફની ખૂબ નજીક આવી ગયો હતો. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પરત ફર્યા ત્યારે બંને પરિવારોની નિકટતા વધુ ગાઢ બની હતી. 

મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું અને પછી..... 
આ તરફ બંને પરિવારો વચ્ચે તિરાડ ત્યારે ઊભી થઈ જ્યારે 1990ની ચૂંટણી દરમિયાન નવાઝ શરીફે પરવેઝ ઈલાહીને પંજાબના મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં શરીફની સરકાર બન્યા બાદ તેઓ પોતાના વચનથી પાછા ફર્યા.શરીફે તેમના સ્થાને ગુલામ હૈદર વાઈનને પસંદ કરીને તેમને મુખ્ય પ્રધાન બનાવ્યા. 1997ની ચૂંટણી દરમિયાન પરવેઝ ઈલાહીને ફરી એકવાર મુખ્યમંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ શાહબાઝ શરીફે તેમના મોટા ભાઈની જેમ તેમના પગ નીચેથી જમીન પણ ખસી ગઈ હતી .શાહબાઝને CM જ્યારે પરવેઝને પંજાબ એસેમ્બલીના સ્પીકર બનાવવામાં આવ્યા હતા. ચૌધરી પરિવારને હવે ખબર પડી ગઈ હતી કે, શરીફને તેમનામાં પૂરો ભરોસો નથી, પરંતુ ગુજરાતના ચૌધરી બંધુઓએ હજુ સુધી પક્ષ ન છોડવાનો નિર્ણય લીધો હતો.

1999માં PML-N છોડી
1999માં જ્યારે નવાઝ શરીફને હટાવવામાં આવ્યા ત્યારે પરવેઝ ઈલાહી પણ ગાજ પડી. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા પણ ઘણા મામલામાં તેમનું નામ લેવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન મુસ્લિમ લીગ છોડીને તેમણે તેમની સામેના ષડયંત્રમાંથી મુક્તિ મેળવી હતી. પછી પરવેઝે તેના પિતરાઈ ભાઈ શુજાત ખાન સાથે મળીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂની રચના કરી. જ્યારે 2002માં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પરવેઝ ઈલાહી છઠ્ઠી વખત જીત્યા હતા અને આ વખતે તેઓ પંજાબના મુખ્યમંત્રી બન્યા. તેઓ 2002 થી 2007 સુધી પંજાબના મુખ્યમંત્રી હતા.

બેનઝીર ભુટ્ટોની હત્યા અને પછી....
ડિસેમ્બર 2007માં જ્યારે પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી ત્યારે ચૌધરી પરિવાર ફરી ચર્ચામાં હતા. બેનઝીરની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પરવેઝ ઈલાહી પર બેનઝીરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેમની સાથે જનરલ પરવેઝ મુશર્રફ અને તત્કાલીન ઈન્ટેલિજન્સ બ્યુરો ચીફ ઈજાઝ શાહ પર પણ આંગળી ચીંધવામાં આવી હતી. 2008માં પરવેઝે ફરીથી નેશનલ એસેમ્બલીની ચૂંટણી જીતી. થોડા વર્ષો પછી ચૌધરી પરિવારે બેનઝીરના પતિ આસિફ અલી ઝરદારી સાથે હાથ મિલાવ્યા અને જોડાણમાં જોડાયા. ત્યારબાદ પરવેઝ ઈલાહીને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા.

વધુ વાંચો: પાકિસ્તાન પર મિસાઇલ અને ડ્રોનથી ઍટેક: આ દેશે કરી એરસ્ટ્રાઈક, તણાવ ચરમસીમા પર

મહત્વનું છે કે, આ ગુજરાતના ચૌધરી પરિવારમાં હવે ભંગાણ સર્જાયું છે. પરવેઝ ઈલાહી PTIના પક્ષમાં છે જ્યારે શુજાત ચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂમાં છે. 2022 સુધીમાં પરવેઝ ઇલાહીએ પોતાનો રાજકીય માર્ગ બદલી નાખ્યો અને ઇમરાન ખાન સાથે જોડાયા. તેઓ ઈમરાન ખાનની મદદથી જુલાઈ 2022થી જાન્યુઆરી 2023 સુધી બીજી વખત પંજાબના સીએમ બન્યા હતા. તેઓ 7 માર્ચ 2022 થી 13 જાન્યુઆરી 2024 સુધી ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ હતા. બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ શુજાત ખાન હજુ પણ PML-Qમાં છે. તેઓ 30 જૂન 2004 થી 23 ઓગસ્ટ 2004 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ