બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Chitrakoot diwali donkey mela

OMG / આ જગ્યાએ ફિલ્મ સ્ટારનાં નામવાળાં ગધેડાં લાખોની કિંમતમાં વેચાય છે

Published By: Divyesh

Last Updated: 03:12 PM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભુ શ્રીરામની તપોસ્થલી ચિત્રકૂટમાં દિવાળી પર કાળી ચૌદશના દિવસથી ત્રણ દિવસ સુધી મંદાકિની તટ પર ગધેડાંનો ઐતિહાસિક મેળો લાગે છે. તેમાં ફિલ્મી સ્ટાર અને નેતાઓનાં નામવાળાં ગધેડાં લાખો રૂપિયામાં ખરીદવા અને વેચવામાં આવે છે.

  • ચિત્રકુટમાં કાળી ચૌદશતી ગધેડાનો મેળો લાગે છે
  • ત્રણ દિવસ સુધી મંદાકિની તટ પર ચાલે છે ઐતિહાસિક મેળો
  • ફિલ્મી સ્ટાર અને નેતાઓના નામવાળા ગધેડાઓની લાખો રૂપિયાની લાગે છે બોલી
     

ઓરંગઝેબે આ મેળાની કરી હતી શરૂઆત

ઘણાં રાજ્યોમાંથી આવેલા વેપારીઓ કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. મુગલ શાસક ઔરંગઝેબે ચિત્રકૂટમાં આ મેળાની શરૂઆત કરી હતી. દેશભરમાં સેના લઇને ઘૂમતી વખતે સૈન્ય બળની પાસે ઘોડાની કમી થતાં મેળો લગાવાયો હતો. તેમાં અફઘાનિસ્તાન સુધીનાં ગધેડાં અને ખચ્ચર વેચાણ માટે લવાયાં હતાં. તેમને મુગલ સેનામાં સામેલ કરાયાં હતાં. ત્યાર બાદ મેળો લાગવાનો ક્રમ જારી છે. 

મેળામાં ગધેડાની લાગે છે બોલી

આ મેળામાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને નેપાળ સુધીના વેપારીઓ ખરીદી માટે આવે છે. બુંદેલી સેનાના જિલ્લાધ્યક્ષ અજિતસિંહના જણાવ્યા મુજબ નવા ગામ અને જિલ્લાના કતરા ગુદર મેદાનમાં લાગતા મેળાની વેપારીઓ વરસથી રાહ જુએ છે. મેળામાં ગધેડાંની પાંચ લાખ સુધીની બોલી લગાવાય છે. 

ફિલ્મી સ્ટારના નામવાળા ગધેડાનું ઝડપથી વેચાણ

આંતરરાજ્ય ગધેડાં મેળામાં ફિલ્મી સ્ટારના નામવાળાં ગધેડાનું વેચાણ ઝડપથી થઇ જાય છે. કેટલાક નેતા પર પણ નામ રાખવામાં આવે છે. વેપારીને ફિલ્મી અભિનેત્રીઓનાં નામવાળાં ગધેડાં સૌથી વધુ આકર્ષે છે.

ગધેડાથી પ્રતિદિન એકથી દોઢ હજારની થાય છે કમાણી

કેટલાંક સારી જાતનાં ગધેડાંનો ઘોડાગાડીની જેમ પણ ઉપયોગ થતો હોય છે. એક ગધેડો પ્રતિ દિન રૂ. એકથી દોઢ હજારની કમાણી કરી લે છે, જ્યારે તેની પર માત્ર અઢીસો રૂપિયાનો ખર્ચ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chitrakoot donkey uttar pradesh ગધેડા ચિત્રકૂટ મેળો OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ