બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:36 AM, 30 November 2024
સામાન્ય રીતે બજારમાં એક ડઝન કેળા 50 થી 70 રૂપિયામાં આરામથી મળી જાય છે, અને એ હિસાબે જોવા જઇએ તો એક કેળાની કિંમત સામાન્ય રીતે 5 થી 6 રૂપિયા થાય, પરંતુ હાલમાં ઈન્ટરનેટ પર એક એવું કેળું વાયરલ થઈ રહ્યું છે, જે દિવાલ પર ટેપથી લગાવવામાં આવેલું છે. દિવાલ પર ટેપથી લગાવવામાં આવેલા આ કેળાની કિંમત 6.2 મિલિયન ડોલર એટલે કે 52.4 કરોડ રૂપિયા છે. આ કેળું છે ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટેલન દ્વારા બનાવવામાં આવેલું આર્ટવર્ક, જે જસ્ટિન સને ખરીદ્યું. જે હાલમાં ટ્રેન્ડમાં આવી ગયું છે.
ADVERTISEMENT
$6.2M Banana? Watch it get eaten!🍌https://t.co/MBsunOFqAO
— H.E. Justin Sun 🍌 (@justinsuntron) November 29, 2024
ચીનમાં જન્મેલા ક્રિપ્ટોકરન્સીના સ્થાપક જસ્ટિન સને પહેલા 6.2 મિલિયન ડોલર એટલે કે 52.4 કરોડ રૂપિયા ખર્ચીને દિવાલ પર ટેપથી ચોંટેલા કેળાનું આર્ટવર્ક ખરીદ્યું. ત્યારબાદ મીડિયા અને અન્ય લોકોની હાજરીમાં આ કેળું ખાઈ ગયા. હોંગકોંગમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન સને પહેલા મીડિયા સાથે વાત કરી અને પછી ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટેલનના આર્ટવર્કને ફેમસ કર્યા પછી તે મોંઘું કેળું ખાઈ ગયા. સને ફળના સ્વાદ વિશે જણાવતા કલા અને ક્રિપ્ટો વચ્ચે સમાનતા પણ જણાવી. કેળું ખાધા પછી તેમણે કહ્યું કે તે અન્ય કેળા કરતાં ઘણું સારું છે.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, આ કાર્યક્રમમાં સામેલ થનાર દરેક વ્યક્તિને એક કેળું અને એક ડક્ટ ટેપનો રોલ નિશાની તરીકે આપવામાં આવ્યું. કેળાનું પહેલા ઓક્શન થયું હતું. સને અન્ય છ લોકો સાથે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ ઓક્શન ન્યુયોર્કમાં થયું હતું. આ પહેલીવાર નથી કે આર્ટવર્કનું કેળું ખાવામાં આવ્યું હોય. આ પહેલા પણ આ પ્રકારનું કેળું બે વાર ખવાઈ ચુક્યું છે. આવું કેળું સૌપ્રથમ 2019માં એક પર્ફોર્મન્સ આર્ટિસ્ટ દ્વારા અને પછી 2023માં દક્ષિણ કોરિયાના સ્ટુડન્ટે ખાધું હતું. જો કે, અગાઉના કેસોમાં કોઈએ પૈસા ખર્ચ કર્યા ન હતા.
આ પણ વાંચો: ટ્રુડોએ એકાએક કેમ ફ્લોરિડાની ફ્લાઇટ પકડી? કારણ જાણીને ચોંકી જશો
શા માટે ખાધું આર્ટવર્કનું કેળું?
ઉદ્યોગપતિ સને ગયા અઠવાડિયે ઓકશન જીત્યા પછી તરત જ આર્ટવર્કને ઇતિહાસનો ભાગ બનાવવા માટે ફળ ખાવાની તેમની યોજના જાહેર કરી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, "આગામી દિવસોમાં, હું આ આર્ટવર્કનું કેળું ખાઈશ જેથી કલા ઇતિહાસ અને લોકપ્રિય સંસ્કૃતિ બંનેમાં તેના સ્થાનનું સન્માન થઈ શકે. તે એક સાંસ્કૃતિક ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે જે કલા, મીમ્સ અને ક્રિપ્ટોકરન્સી સમુદાયની દુનિયાને જોડે છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.