ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / china secretly found similar coronavirus strain 2013

ખુલાસો / WHOની તપાસમાં થયો મોટો ખુલાસો, પહેલીવાર ચીનમાં આ રીતે ફેલાયો હતો કોરોના

Published By: Bhushita

Last Updated: 12:47 PM, 5 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારીને લઈને ચીન પર પહેલાં પણ અનેક આરોપ લાગ્યા છે. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીનમાં 7 વર્ષ પહેલાં આવા વાયરસ સ્ટ્રેનના સમાચાર આવ્યા હતા જેને અત્યારના કોરોના વાયરસની સૌથી નજીક ગણવામાં આવે છે. એક રિપોર્ટના આધારે ચીને 2013માં મળેલા આ કોરોના વાયરસની જાણકારી છૂપાવીને રાખી હતી.

ADVERTISEMENT

  • કોરોના વાયરસને લઈને મોટો ખુલાસો
  • WHOની તપાસમાં થયો મોટો ખુલાસો
  • પહેલીવાર ચીનમાં 2013માં દેખાયેલો કોરોના વાયરસ

એક રિપોર્ટના આધારે ચામાચિડીયા અને ઉંદરની હાજરી વાળી એક ખાણમાં ચીનને 2013માં કોરોના વાયરસની સાથે જોડાયેલો સ્ટ્રેન મળ્યો હતો. આ વાયરસ સ્ટ્રેનને ચીને વર્ષો પહેલાં સુધી વુહાનની વિવાદિત લેબમાં રાખ્યો હતો. થોડા દિવસ પહેલાં WHOએ જાહેર કર્યું કે ટીમ ચીનમાં વાયરસની ઉત્પત્તિની જાણ થઈ હતી. 7 વર્ષ પહેલાં મળેલા વાયરસ સ્ટ્રેનની જાણકારીને કોરોનાની ઉત્પત્તિના સંબંધમાં મહત્વનું સમજવામાં આવે છે. 

2012માં સામે આવ્યો હતો આ વાયરસ

2012માં ખાણમાં કામ કરી રહેલા 6 લોકો તાવ, કફ અને ન્યૂમોનિયાથી પીડિત હતા. તેમાંથી 3નની હાલત ગંભીર હતી. રિપોર્ટના આધારે બીમાર પડનારા લોકોમાંથી 4ના શરીરમાં કોરોના વાયરસ એન્ટીબોડીઝ મળ્યા હતા. પણ તપાસ પહેલાં જ 2 લોકોના મોત થયા હતા. 

ચીનમાં બૈટ વુમન તરીકે જાણીતી ડૉ. શી ઝેંગલીએ ફેબ્રુઆરીમાં કોરોના પર એક પેપર તૈયાર કર્યું છે. જર્નલમાં આવેલા રિપોર્ટના આધારે વુહાનની લેબમાં ચીનના ચામાચિડીયામાંથી મળેલો RaTG13 વાયરસ રખાયો હતો જે કોરોના વાયરસથી 96.2 ટકા મળતો હતો. શી જેંગંલીના એક સહયોગીનું કહેવું છે કે RaTG13 એ સેમ્પલ છે જે 2013માં ખાણમાં મળ્યો હતો અને તેની સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક કરાઈ નથી. 


WHOની તપાસ પહેલાં થયો ખુલાસો

આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં કહ્યું કે તેઓને સબૂત મળ્યા બાજ વધારે ભરોસો થયો કે કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીથી આવ્યો હતો. જો કે ચીન લેબથી વાયરસ લીક થયાની થિયોરીને નકારતા રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus Strain virus Who કોરોના વાયરસ ખુલાસો ચીન મહામારી WHO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ