બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / china love special train started for virgin

સુવિધા / કુંવારાઓ માટે 'લવ સ્પેશિયલ ટ્રેન': પાર્ટનર મેળવવા માટે એક હજાર યુવા કરે છે બે દિવસની સફર

Published By: Krupa

Last Updated: 04:46 PM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કુંવારાના લગ્નને લઇને એક મોટો રોચક મામલો સામે આવ્યો છે. ચીનમાં કુંવારાઓના લગ્ન માટે એક ખાસ પ્રકારની ટ્રેન સેવાની શરૂઆત કરી. આ ટ્રેનને લવ સ્પેશિયલ ટ્રેન નામ આપવામાં આવ્યું છે.

લવ સ્પેશિયલ ટ્રેનની યાત્રાની શરૂઆત 10 ઓગસ્ટે કરવામાં આવી જેમાં એક હજારથી વધારે કુંવારા યુવક યુવતીઓએ એક સાથે યાત્રા કરી. લેવ ટ્રેનની સફર બે દિવસ એક રાતની છે. આ ટ્રેનને દેશમાં કુંવારા લોકોને પાર્ટનરની શોધમાં મદદ કરવા માટે લૉન્ચ કરવામાં આવી છે. 

ચીનમાં આશરે 20 કરોજ લોકો કુંવારા છે. વાસ્તવમાં, ચીનમાં 1970માં એક બાળકની નીતિ લાગૂ કરવામાં આવી ત્યારબાદથી જ દેશમાં લિંગાનુપાતમાં ઘટાડો જોવા મળ્યો. જેના કારણે લોકોને લગ્ન કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ કારણથી છોકરાની ઇચ્છામાં લોકોએ જન્મ ના લીધેલ છોકરીઓને ગર્ભમાં જ મારવાનું શરૂ કરી નાંખ્યું, જે કારણે દેશના લિંગાનુપાત બગડતો ગયો. જો કે ચીનમાં એક બાળક વાળી નીતિને 2016માં સમાપ્ત કરી દીધી. 

આ ટ્રેનમાં ખાસ સફ કરનાર યાત્રીઓના લગ્નની સફળતાની સરેરાશ આશરે 10 ટકા છે. એટલે કે એક સફરમાં એક હજાર યાત્રીઓ સફર કરે છે, તો 100 લોકોને એમનો જીવનસાથી મળી જાય છે. આ ટ્રેન ચીનના ચોંગકિંગ નોર્થથી કિયાનજિયાંગ સ્ટેશન સુધી તાલે છે. આ ટ્રેનની લોકપ્રિયતાના કારણે એને જલ્દીથી જ સપ્તાહમાં બે વખત ચલાવવામાં આવશે. 

20198માં ચીનમાં એક હજાર યુવક યુવતીઓમાંથી માત્ર 720 ને જ લગ્ન કરવાની તક મળી. આ આંકડાને કારણે ચીનમાં લગ્નનો દર છેલ્લા એખ વર્ષમાં સૌથી નીચો રહ્યો. આ ટ્રેનમાં સફર કરનાર એક યાત્રીએ મીડિયાને જણાવ્યું કે આ પ્રકારની પહેલ જીવનસાથી મેળવવા માટે ખૂબ રોચક છે. આ લોકોને સફર તો કરાવે છે, પરંતુ એના દ્વારા હમસફર મળવામાં પણ સરળતા રહે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China love special train world ચીન પાર્ટનર લવ સ્પેશિયલ ટ્રેન love special train

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ