બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Children of Dahod made Gujarat famous by winning 57 medals at the national level

ગૌરવની ક્ષણ / રાષ્ટ્રીય કક્ષાએ 57 મેડલ જીતી દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું, કહ્યું 'રાજ્ય ગતિથી આગળ વધી રહ્યું છે'

Vishal Khamar

Last Updated: 10:00 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદનાં ગરીબ તેમજ આદિવાસી વિસ્તારના બાળકોમાં રહેલા ખેલ ક્ષમતાને ઉજાગર કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ વિગતવાર માહિતી આપી હતી.

  • ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે દાહોદ જીલ્લાનુમ મહત્વપૂર્ણ યોગદાન
  • દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું
  • દાહોદ જિલ્લાની ૯ શાળાઓને ઈન સ્કુલ યોજના સાથે જોડવામાં આવી 

 ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું યોગદાન સૌથી વધુ અને મહત્વપૂર્ણ છે. આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમત-ગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે, તેમ રમત-ગમત રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે, દાહોદ જિલ્લાની ૯ શાળાઓને ઈન સ્કુલ યોજના સાથે જોડવામાં આવી છે. જેમાં અભ્યાસ કરતા ૪૭૩૯ વિદ્યાર્થીઓને ભણતર સાથે રમત ગમતની તાલીમ આપવામાં આવે છે. આ બાળકોનો ભણતર અને રમતગમતનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર કરે છે. આ ઉપરાંત દાહોદમાં આવેલી ૬ ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં આશરે ૨૬૦ જેટલા પ્રતિભાવાન વિદ્યાર્થીઓ રમતની તાલીમ સાથે ભણતર મેળવી રહ્યા છે. આમ, દાહોદના કુલ ૫૧૦૦થી વધુ બાળકોને રાજ્ય સરકાર વિવિધ રમતોમાં તાલીમ સાથે ભણતર આપી રહી છે.

મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના પ્રતિભાવાન બાળકોએ રાજ્ય કક્ષાએ ૫૫ ગોલ્ડ, ૩૩ સિલ્વર અને ૩૯ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૨૭ મેડલ જીત્યા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ દાહોદના બાળકોએ ગુજરાત માટે ૧૮ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ મળી કુલ ૫૭ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આટલું જ નહીં, દાહોદના બાળકોએ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ દેશ માટે જીત્યા છે.

વધુ વાંચોઃ અંડર 19 વર્લ્ડકપમાં ચમક્યો ગુજરાતનો રાજ, બન્યો `સ્વિંગ માસ્ટર', જાણો સંઘર્ષથી સફળતા સુધીની કહાની

ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ પણ ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પ્રતિબદ્ધ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ