બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raj of Kutch shone in the U-19 World Cup, defeating South Africa in the semi-finals
Last Updated: 10:44 AM, 9 February 2024
ADVERTISEMENT
કચ્છનાં રણનો સ્વિંગ બોલર હવે અંડર-10 વર્લ્ડ કપમાં બન્યો સ્વિંગ માસ્ટર 18 વર્ષીય રાજ લિંબાણી હાલ અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલ અંડર-10 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. જેમાં ગત રોજ રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પરંતું આ મેચમાં ગુજરાતના ખેલાડી રાજ લિંબાણીએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. કારણ કે, દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવી શક્યું હતું. અને આ 7 વિકેટમાંથી 3 વિકેટ રાજ લિંબાણીએ લીધી હતી.

ADVERTISEMENT
કોણ છે રાજ લિંબાણી ? કેવી રીતે બન્યો સ્વિંગ બોલર?
રાજ લિંબાણી અંગે વાત કરવામાં આવે તો તે કચ્છનાં દયાપર ગામનો રહેવાસી છે. પરંતું બાળપણથી જ તેને ક્રિકેટર બનવાની ચાહત હતી. ક્રિકેટ પ્રત્યેની તેની એટલી રૂચી હતી કે, કચ્છનાં રણમાંથી જ તેણે ટેનિસ બોલથી બોલિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 2017 માં તે માત્ર ક્રિકેટ રમવા માટે વડોદરા ગયો હતો. અને આજે પરિવારનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે.
ADVERTISEMENT
રાજ જ્યારે વડોદરા ગયો એને પહેલી વખત પોતાના કોચને મળ્યો હતો. ત્યારે બધા બાળકોથી તેના વિચાર અલગ હતા. બધા ઈન્ડિયા માટે રમવા માગતા હતા. જ્યારે રાજ અંડર-16 માં રમવા માંગતો હતો. આજે રાજના ઈનકમિંગ બોલને રમવું કોઈપણ બેટ્સમેન માટે આસાન નથી. તેની સ્વિંગ બોલિંગથી હાલ તે પ્રભુત્વ જમાવી રહ્યો છે.
ADVERTISEMENT
લક્ષ્ય નક્કી હોય તો પથ પર ગમે તેટલા કાંટા આવે. તેના પર ચાલતું રહેવું જોઈએ. એક દિવસ સફળતા મળે જ છે. આવું કાંઈક રાજ લિંબાણીનું છે. આજે અન્ડર-19 વર્લ્ડ કપમં દેશ અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. અને આગામી ટીમ ઈન્ડિયા માટે રમવાનું રાજનું સપનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.