બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી અને નૂતન વર્ષની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ
Last Updated: 07:21 PM, 30 October 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવા અર્નિંગ વેલ, લિવિંગ વેલના કર્મમંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.
ADVERTISEMENT
દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાનનું આ વિઝન વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ નૂતન વર્ષે સંકલ્પબદ્ધ બને તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે. વિઝનરી લીડર અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને દરેક ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસની વૈશ્વિક બુનિયાદ બનાવવી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, ધરતીપુત્રોને મળશે વગર વ્યાજની લોન, 1000 કરોડની સહાયની જાહેરાત

ADVERTISEMENT
'નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે'
દિવાળીના આ પર્વે જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોત ઝળહળતી થાય તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે. આવનારું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ પણ મુખ્યમંત્રીએ દર્શાવી છે. ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ આગળ ધપાવવાના દૃઢ સંકલ્પ સાથે સૌ કૃતનિશ્ચયી બની દીપોત્સવના વધામણાં કરે તેવી અંતરની શુભકામનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપાવલી સંદેશમાં પાઠવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.