બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે સારા સમાચાર, ધરતીપુત્રોને મળશે વગર વ્યાજની લોન, 1000 કરોડની સહાયની જાહેરાત
Last Updated: 06:39 PM, 30 October 2024
રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વ્હારે રાજકોટ સહકારી બેન્ક આવી છે. રાજકોટ સહકારી બેન્કના જયેશભાઈ રાદડીયાએ ખેડૂતોને સહાય માટે 1 હજાર કરોડની લોન સહાયની જાહેરાત કરી છે. શુન્ય ટકા વ્યાજે 1 વર્ષ માટે 50 હજાર સુધીની ખેડૂતોને લોન મળશે જેને ખેડૂતોએ ખૂબ આવકારી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને નુક્સાન ગયું હતું.
ADVERTISEMENT
જય સહકાર,
— Jayesh Radadiya (@ijayeshradadiya) October 30, 2024
શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.દ્વારા રાજકોટ તેમજ મોરબી જીલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતો માટે તાજેતરમા કમોસમી ભારે વરસાદ પડવાને કારણે થયેલ પાક નુકશાનીમા મદદરૂપ થવાના હેતુથી ૦% એ રૂ.૧૦૦૦ કરોડની લોન જીલ્લા બેંક આપશે. https://t.co/kXRxTBk4xK
ખેડૂતોને મળશે શુન્ય ટકા વ્યાજે લોન
ADVERTISEMENT
પાકમાં નુક્સાન જતાં હવે આગળ ખેતી કરવા માટે ખેડૂતોને બિયારણ ખરીદવાના પણ પૈસા નહોતા ત્યારે ખેડૂતોની મદદ કરવા જિલ્લા સહકારી બેન્કે લોન આપવાની જાહેરાત કરી હતી. તેવાં સમયે બેન્કના 2 લાખથી વધુ સભા સદોને મદદરૂપ થવાની ભાવના સાથે જયેશભાઇ રાદડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જેને મોરબી જિલ્લાના ખેડૂતોએ આવકારી છે અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર, ટેકાના ભાવે મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં વધારો

ADVERTISEMENT
ખેડૂતોની મદદ માટે આગળ આવી બેન્ક
ખાસ કરીને આ લોન લેવા માટે ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાના રહેશે નહી અને ખેડૂતોને ઝીરો ટકાથી લોન આપવાની છે જેથી ખેડૂતોને ફાયદો થશે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને નુક્સાન ગયું છે. પાકમાં નુક્સાન જતાં હવે આગળ ખેતી કરવા માટે ખેડૂતોને બિયારણ ખરીદવાના પણ પૈસા નહોતા ત્યારે ખેડૂતોની મદદ કરવા જિલ્લા સહકારી બેન્કે લોન આપવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.