બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Chief Minister Bhupendra Patel Gujarat State Road Transport Corporation-S.T. put into service for the first time in the state by

ગાંધીનગર / હવે ગુજરાતમાં દોડશે ઈલેક્ટ્રિક ડબલ ડેકર ST બસ, ફોટો જોઈ સફર કરવાનું થઈ જશે મન, જાણો કયા રૂટમાં દોડશે

Dinesh

Last Updated: 03:56 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે, તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું

  • એસ.ટી નિગમ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર ઈલેક્ટ્રિક બસ સેવામાં મૂકાઈ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું
  • આવી બે બસોનું વાઈબ્રન્ટ સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરાશે

 

gandhingar news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. 

ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો છે. આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસના લોચિંગથી થયો છે. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું. 

વાંચવા જેવું:  GIDCને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન: પરત કરી શકાશે વણવપરાયેલી જમીન, સામે મળશે આટલા રૂપિયા

ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે
આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે. એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ