બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government's big announcement regarding GIDC: Untraded land can be returned, huge amount will be given in return

નિર્ણય / GIDCને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન: પરત કરી શકાશે વણવપરાયેલી જમીન, સામે મળશે આટલા રૂપિયા

Vishal Khamar

Last Updated: 10:01 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

  • GIDCના વણવપરાયેલા પ્લોટ સ્વૈછીક રીતે પરત કરવાની નીતિ સરકારે જાહેર કરી
  • રાજ્યમાં 1800 હેક્ટર જમીન વણ વપરાયેલી પડી હોવાથી નીતિ બનાવી
  • સ્વૈચ્છિક રીતે GIDCનો પ્લોટ પરત કરનારને યોગ્ય વળતર અપાશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે. આવા ફાળવાયેલા પ્લોટધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે. 

આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે. આ સંજોગોમાં પ્લોટધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે પ્રોત્સાહિત થતાં નથી અને પ્લોટની જમીન વણવપરાયેલી પડી રહે છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ સ્થિતિનું સકારાત્મક નિવારણ લાવવા ઉદાર પોલીસી અપનાવવાનો નિર્ણય કર્યો છે.  

મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે
તદઅનુસાર, આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટધારકે ફાળવણી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. 

વધુ વાંચોઃ બિઝનેસ જગતના દિગ્ગજો ગુજરાતનાં આંગણે: વાયબ્રન્ટ સમિટની સુરક્ષા માટે ગુજરાત પોલીસની ખાસ તૈયારીઓ

1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે
મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી એવી અંદાજે 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે. એટલું જ નહિ, આર્થિક વિકાસ સાથે રોજગાર સર્જનને પણ વેગ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ