બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Chhattisgarh Imposes Night Curfew; Bans Processions, Rallies in All Districts

મહામારી / તમામ જિલ્લામાં સભા-સરઘસ-જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ, હવે આ રાજ્યમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત

Hiralal

Last Updated: 08:32 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધી રહેલા કોરોનાના કેસને પગલે છત્તીસગઢ સરકારે મંગળવારે રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કર્યાં છે.

  • હવે છત્તીસગઢમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત
  • રાતના 10થી સવારના 6 સુધી નાઈટ કર્ફ્યુ
  • રાજ્યમાં તમામ પ્રકારની સભા-સરઘસ,જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ 

કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ભારતમાં હવે રાજ્ય સરકારો નાઈટ કર્ફ્યુ સહિતના લોકડાઉન જેવા પ્રતિબંધો લગાડવાનું શરુ કર્યું છે. પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર બાદ હવે છત્તસીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરાવમાં આવી છે. રાજ્ય સરકારે તમામ જાહેર સમારોહ અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, રાતના 10થી સવારના 6 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. તે ઉપરાંત છત્તીસગઢમાં દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 

દરેક જિલ્લામાં સભા-સરઘસ, કે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ
રાજ્ય સરકારે તમામ પ્રકારની સભા, સરઘસ, જાહેર મેળાવડા કાર્યક્રમ, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમતની પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે એવું પણ જણાવ્યું છે કે તમામ રેલવે સ્ટેશનો અને રાજ્ય સરહદે કોરોનાના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે. 

દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત 

સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે દિલ્હીમાં ફુલ લોકડાઉનનો કોઈ સવાલ નથી. દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં શનિ-રવિ વિકેન્ડ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં મેટ્રો અને બસો પૂરી ક્ષમતા સાથે ચાલુ રહેશે તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ