બ્રેકિંગ ન્યુઝ
VTV / Chhattisgarh closes all schools, colleges with immediate effect amid spike in COVID cases
Hiralal
Last Updated: 08:01 AM, 22 March 2021
ADVERTISEMENT
રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચોબેએ ટ્વિટ કરીને જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાઈ છે. છત્તીસગઢમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1273 કેસો સામે આવતા સરકારે આ મહત્વની જાહેરાત કરી છે.
छत्तीसगढ़ में स्कूल, कॉलेज और आंगनवाड़ी तत्काल प्रभाव से बंद किया जाता है: छत्तीसगढ़ सरकार में मंत्री रविंद्र चौबे#COVID19
— ANI_HindiNews (@AHindinews) March 21, 2021
ADVERTISEMENT
કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરો-સીએમ ભુપેશ બઘેલ
મુખ્યમંત્રી ભુપેશ બઘેલે જણાવ્યું કે રાજ્યમાં ખતરનાક હદે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જોકે તેમણે લોકડાઉનની સંભાવનાનો ઈન્કાર કર્યો અને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે લોકડાઉનને બદલે લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
છેલ્લા 115 દિવસોમાં સૌથી વધારે કેસ
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 115 દિવસોમાં પ્રતિદિન સામે આવનાર કેસોમાં આ સર્વાધિક છે. સવારના આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર મહામારીથી 197 લોકોના મોત થયા છે જે પછી મૃતકોની સંખ્યા 1,59,755 પર પહોંચી ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર અત્યાર સુધી 1,11,30,288 દર્દીઓ સાજા થયા છે અને મહામારીથી થનાર મૃત્યુ દર 1.38 ટકા છે. રવિવારે નોંધાયેલા કેસો આ વર્ષમાં એક દિવસમાં સૌથી વધારે કેસો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા આંકડા અનુસાર, નવા દર્દીઓની સાથે દેશમાં કોરોનાના કેસો વધીને 1,15,99,130 થયા છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોનાથી સંક્રમિત
રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો ચેપ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ દિલ્હીની એમ્સમાં સારવાર હેઠળ છે. એમ્સે પ્રેસ રિલિઝ કરીને આ જાણકારી આપી હતી. જોકે તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.