બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Chhattisgarh: 18 Naxals Killed In Gunfight With Police In Kanker

છત્તીસગઢ / BIG NEWS : વોટિંગ પહેલા છત્તીસગઢમાં કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, 18થી વધુ નકસલીઓ ઠાર

Hiralal

Last Updated: 06:22 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 18થી વધુ નક્સલીઓ ઠાર થયાં હતા.

લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ખબર સામે આવી છે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 18 નકસલીઓ ઠાર થયાં છે.  બીએસએફ અને ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનો કાંકેરના છોટેબૈઠિયામાં આવેલા કલપરના જંગલમાં નકસલીઓની શોધખોળ માટે પહોંચ્યાં હતા જ્યાં છુપાયેલા નકસલીઓ ફાયરિંગ શરી કરી દેતાં એન્કાઉન્ટર શરુ થયું હતું જોકે પહેલેથી તૈયાર જવાનોએ નકસલીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું અને મોટાપાયે તેમને જાનમાલને નુકશાન પહોંચાડ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 18 નકસલીઓ માર્યાં ગયા છે જેમની બધાના મૃતદેહો પણ કબજે કરી લેવાયાં હતા. આ એન્કાઉન્ટરમાં બીએસએફના એક ઇન્સ્પેક્ટર અને ડીઆરજી જવાન પણ ઘાયલ થયાના અહેવાલ છે. 

ટોચનો નક્સલી કમાન્ડર ઠાર
આ એન્કાઉન્ટરમાં માઓવાદી કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો હતો. અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યા છે, તેમજ મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઇફલ્સ પણ મળી આવી છે. શંકર રાવને માથે 25 લાખનું ઈનામ હતું. 

કાંકેરમાં 26 એપ્રિલે લોકસભાનું વોટિંગ 
કાંકેરમાં 26 એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની વચ્ચે સ્થિત કાંકેર લોકસભા મતવિસ્તારમાં 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી છ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ