બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / 'છાવા' ફિલ્મ સાથે જીવંત થઈ સંભાજી મહારાજની ભવ્ય ગાથા, ઔરંગઝેબે આંખો ફોડી, કટકા કર્યાં, હૃદયદ્રાવક ઘટના
Hiralal
Last Updated: 03:13 PM, 11 March 2025
ભારત ભૂમિએ અનેક 'કેસરી વીરો'ને પેદા કર્યાં છે. આવા એક જાજરમાન અને આખા શરીરના કટકાં થઈ જાય તો પણ એક આંસુ પણ ન ટપકે અને ધર્મ કાજે ભવ્ય શહાદત વહોરનાર એવા હિંદુ સમ્રાટ સંભાજી મહારાજનો ભવ્ય ભૂતકાળ આજે ઉખેળવો છે.
ADVERTISEMENT
છાવા ફિલ્મેમાં સંભાજી મહારાજને ઔરંગઝેબે આપેલી યાતનાઓનું વર્ણન
એક્ટર વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલિઝ થઈ છે જે દર્શકોના દિલો-દિમાગ પર છવાઈ રહી છે. છાવા ફિલ્મની કથા છત્રપતિ સંભાજી મહારાજને મુગલ બાદશાહ ઔરંગઝેબે આપેલી હૃદયદ્રાવક યાતનાઓ પર આધારિત છે. 'છાવા' ટ્રેન્ડિંગમાં આવતાં છત્રપતિ સંભાજી મહારાજ પણ લોકહૃદયે ચઢ્યાં છે અને લોકોને રસ પડ્યો છે કે કોણ હતા સંભાજી મહારાજ? અને તેમણે એવું તે શું કર્યું કે ઔરંગઝેબે તેમને દુશ્મન પણ ન આપે તેવું મોત આપ્યું.
ADVERTISEMENT
Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty.
— Aakash Chopra (@cricketaakash) February 17, 2025
Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!!
We did learn though how Akbar was a great and fair emperor, and…
કોણ હતા સંભાજી મહારાજ?
સંભાજી મહારાજ શિવાજી મહારાજના પુત્ર અને મરાઠા સામ્રાજ્યના બીજા રાજા હતા. તેમનો જન્મ પુરંદરના કિલ્લામાં સન 1657માં થયો હતો અને 1689ની સાલમાં 31 વર્ષની વયે અવસાન પામ્યાં હતા. રાયગઢના કિલ્લામાં સન 1674માં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજી મહારાજના અવસાન બાદ સંભાજી મરાઠા સામ્રાજ્યના બીજા રાજા બન્યાં અને 1681માં તેમનો રાજ્યાભિષેક થયો.
સંભાજી મહારાજના કેટલાક જાણીતા પ્રસંગો
શિવાજી મહારાજ અને સાંઈબાને ત્યાં સન 1657ના રોજ સંભાજીનો જન્મ થયો. સંભાજી જ્યારે 2 વર્ષના હતા ત્યારે માતાનો સ્વર્ગવાસ થયો. સંભાજી મહારાજે 1681 to 1689 સુધી મરાઠા સામ્રાજ્યનું શાસન કર્યું હતું. માતાના અવસાન બાદ સંભાજીને તેમના દાદી જિજાબાઈને ઉછેર્યાં હતા. ત્યાર બાદ લગ્ન વયે પહોંચતાં સંભાજીના વિવાહ જીવુબાઈ (પાછળથી યેસુબાઈ) સાથે થયાં હતા.
મુઘલ બાદશાહના નાકમાં દમ લાવી દીધો
સંભાજી મહિરાજે મેજર મુઘલ શહેર બુરહાનપુર સહિત અનેક વિસ્તારો પર હુમલો કરીને મુઘલ બાદશાહની ઉંઘ હરામ કરી મૂકી હતી. મરાઠા સામ્રાજ્યને સુરક્ષિત રાખવા માટે તેમણે 1682 to 1688 સુધી અનેક યુદ્ધો લડ્યા હતા.
1689માં ઔરંગઝેબે પકડીને આપ્યું ક્રૂર મોત
અંતે 1689ની સાલમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબ સંભાજી મહારાજને દગાથી પકડી લીધાં હતા અને મોત પહેલાં તેમને અનેક ક્રૂર યાતનાઓ આપી હતી એવી યાતનાઓ કે કદાચ નર્કમાં પણ આવી નહીં હોય. સંભાજી મહારાજ અને તેમના એક સાથીને રંગલાના વેશમાં મેલાઘેલા કપડાં પહેરાવીને હાથ પર બેસાડીને રાજધાની આગ્રા લાવવામાં આવ્યાં હતા.
ઈસ્લામ ન અપનાવતાં શહીદી વહોરી
આગ્રામાં ભર્યા દરબારમાં સંભાજી મહારાજને ઈસ્લામ અંગીકાર કરી લેવાનું કહેવાયું હતું જે તેમને જરા પણ મંજૂર નહોતું. ઈતિહાસમાં તો ત્યાં સુધી લખાયેલું છે કે સંભાજી મહારાજે તો ત્યાં સુધી કહેલું કે ઔરંગઝેબ તેમની પુત્રી પણ તેમને પરણાવે તો તેઓ મુસ્લિમ નહીં બને, આ પછી ગુસ્સે ભરાયેલા ઔરંગઝેબ તેમને ક્રૂર મોત આપ્યું. સૌથી પહેલા સંભાજી મહારાજની જીભ કાપવામાં આવી, ત્યાર બાદ શરીરના એક એક અંગ કાપીને કૂતરાને ખવડાવી દેવામાં આવ્યાં. આ રીતે શહીદી વહોરી પણ ન વટલાયાં.
શિવાજી મહારાજના મોત બાદ ઔરંગઝેબ ફાવ્યો
3 એપ્રિલ 1680માં શિવાજી મહારાજના અવસાન બાદ પુત્ર સંભાજી મહારાજે ગાદી સંભાળી અને હિંદુ રાજ્યના રાજા બન્યાં. શિવાજી મહારાજના અવસાન બાદ ઔરંગઝેબે એક ચાલી ચલી હતી અને પોતાના એક સાથી દ્વારા સંભાજી મહારાજ અને તેમના એક સાથીને પકડાવી દીધા હતા અને તેમને રંગલાના વેશમાં સાંકળમાં બાંધીને રાજધાની આગ્રા લવાયા હતા. બીજા દિવસે સંભાજી મહારાજને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યાં અને તેમને ઈસ્લામ અંગીકાર કરી લેવાની નહીંતર મોત માટે તૈયાર રહેવાનું જણાવ્યું. ત્યારે સિંહ પુત્ર સંભાજી મહારાજ બોલ્યાં કે ઔરંગઝેબ પોતાની દીકરી પણ તેમને પરણાવે તો પણ તેઓ ઈસ્લામ અંગીકાર નહીં કરે, ઈસ્લામ સ્વીકારવાની ના પાડતાં સંભાજીને ક્રૂર મોત આપવામાં આવ્યું.
પિતા સાથે ઔરંગઝેબની કેદમાંથી ભાગ્યાં
છત્રપતિ શિવાજી મહારાજના આમ તો ઘણા પ્રસંગો સંભારવા જેવા છે પરંતુ આ બધામાં સૌથી નોખો તરી આવતો પ્રસંગ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજનું ઔરંગઝેબની કેદમાંથી ભાગી છૂટવાનું છે. તેને માટે થોડા ઈતિહાસમાં ઉતરવું પડશે. સન 1666માં દક્ષિણમાં ઔરંગઝેબના વાઇસરોય મિર્ઝા રાજા સિંહે છત્રપતિ શિવાજી મહારાજને મનાવીને મુઘલ બાદશાહ ઔરંગઝેબના આગ્રા દરબારમાં મોકલ્યાં હતા. માર્ચ, 1666ના રોજ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવા રવાના થતાં પહેલાં શિવાજીએ રાજપાટ માતા જિજાબાઈને સોંપ્યું હતું. જય સિંહે આગ્રામાં હાજર પોતાના પુત્ર કુમાર રામસિંહને શિવાજીની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. 9 મે, 1666ના રોજ શિવાજી આગ્રા શહેરની બહારના વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં તે સમયે ઔરંગઝેબનો દરબાર જામ્યો હતો. 12 મેના દિવસે ભર્યા દરબારમાં કુમાર રામસિંહે શિવાજી, તેમના પુત્ર સંભાજી અને 10 સાથીદારોને દીવાન-એ-આમમાં ઔરંગઝેબની સામે ઉપસ્થિત કર્યા હતા. શિવાજી ઔરંગઝેબના સિંહાસન પાસે ગયા અને તેમને ત્રણ વખત સલામ કરી અને ઔરંગઝેબને સોનાની 2000 મહોર "નજરાણા" તરીકે અને 6000 રૂપિયા આપ્યાં પરંતુ હવે ઔરંગઝેબે ખરો રંગ દેખાડ્યો અને તેમણે શિવાજી મહારાજ અને સંભાજીને કેદી બનાવાનો ઓર્ડર કર્યો અને શહેનશાહના ઓર્ડર મુજબ ઔરંગઝેબ અને સંભાજીને આગ્રાની બહાર જયપુર હાઉસમાં કેદમા રાખવામાં આવ્યાં, ઔરંગઝેબનો ઈરાદો પિતા-પુત્રને મારી નાખવાનો નહોતો અને છેલ્લે 19 ઓગસ્ટ, 1666ના દિવસે ઔરંગઝેબને થાપ આપીને ફળોની ટોપલીમાં સંતાઈને શિવાજી મહારાજ અને સંભાજી નાસી છૂટ્યાં હતા અને ઔરંગઝેબ હાથ મસળતો રહી ગયો હતો.
વિકી કૌશલની છાવા ફિલ્મ ટ્રેન્ડિંગમાં
છાવા (સિંહ બાળ) ફિલ્મની કથા સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિકી કૌશલે સંભાજી મહારાજનું તો અક્ષય ખન્નાએ ઔરંગઝેબનું તો રશ્મિકા મંધાનાએ સંભાજીના પત્ની યેસુબાઈ ભોંસલેનું પાત્ર ભજવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.