Cheteshwar Pujara 100th Test match: 'Perfect Pujara' will play 100th Test match today: Even at the age of 35, he is considered the 'backbone' of the team
ઐતિહાસિક ક્ષણ /
આજે 100મી ટેસ્ટ મેચ રમશે 'પરફેક્ટ પૂજારા': 35ની ઉંમરમાં પણ ગણાય છે ટીમની 'કરોડરજ્જુ', 17ની ઉંમરે મા ગુમાવી-2009માં કરિયર ખતરામાં નાંખે તેવી ઈંજરી
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે આ મેચ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, તેની પાછળનું કારણ છે કે ભારત માટે પૂજારાની આ 100મી ટેસ્ટ બનવા જઈ રહી છે.
ભારત માટે પૂજારા 100મી ટેસ્ટ મેચ રમવા જી રહ્યો છે
પૂજારાએ ખાસ ઉપલબ્ધિને લઈને મોટું નિવેદન આપ્યું
મારું પેશન મારું પ્રોફેશન બની ગયું - ચેતેશ્વર પુજારા
કંઇક આવું રહ્યું છે ચેતેશ્વર પુજારાનું અત્યાર સુધીનું જીવન
Cheteshwar Pujara On His 100th Test match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચોની રોમાંચક સીરીઝ હાલમાં રમાઈ રહી છે અને આ સીરીઝની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા ટીમને એક ઈનિંગ અને 132 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. જો કે અ સીરીઝની બીજી મેચ શુક્રવાર, 17 ફેબ્રુઆરી એટલે કે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જણાવી દઈએ કે જે ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે આ મેચ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, તેની પાછળનું કારણ છે કે ભારત માટે પૂજારાની આ 100મી ટેસ્ટ બનવા જઈ રહી છે. અ સાથે જ પૂજારાએ પણ તેની આ ખાસ ઉપલબ્ધિને લઈને મોટું નિવેદન પણ આપ્યું હતું.
A special landmark 👌
A special cricketer 👍
A special hundred 💯
Congratulations to @cheteshwar1 as he plays his 1⃣0⃣0⃣th Test 👏 👏
હંમેશા રમતનો આનંદ લેવો જરૂરી છે- ચેતેશ્વર પુજારા
100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર ભારતનો 13મો ક્રિકેટર હશે. હાલ પુજારાની વધતી ઉંમરને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. જેના પર તેણે કહ્યું કે તે તેની ઉંમરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ધ્યાન આપવા માંગતો નથી. જણાવી દઈએ કે પૂજારાએ તેની 100મી ટેસ્ટ પહેલા નિવેદન આપતા કહ્યું કે, 'હું મારા માટે કોઈ લક્ષ્ય નક્કી કરવા નથી માંગતો. મારે વર્તમાનમાં જીવવું છે. હું કેટલો સમય રમી શકું તે વિચારવાને બદલે, હું એક સમયે એક ટેસ્ટ મેચ વિશે વિચારું છું. હંમેશા રમતનો આનંદ લેવો જરૂરી છે. તમારી રમતમાં ટોચ પર રહેવું મહત્વપૂર્ણ છે. જ્યારે તમે યોગદાન આપી શકતા નથી, અથવા તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રમાણે પ્રદર્શન કરી શકતા નથી, ત્યારે તમે આગળનું પગલું વિચારી શકો છો. હું હમણાં જ 35 વર્ષનો થયો છું. મારી પાસે હજુ થોડો સમય છે.'
મારું પેશન મારું પ્રોફેશન બની ગયું - ચેતેશ્વર પુજારા
તેણે આગળ કહ્યું, 'હા, તે મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ તેમ છતાં તમારે ટીમ માટે ભૂમિકા ભજવવી પડશે અને તમારે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમે ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ સીરીઝ રમી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ તે પછી અમારી પાસે વધુ બે ટેસ્ટ મેચ રમવાની છે જે અમારા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે નિર્ણાયક હશે. અ એટલે શક્ય બન્યું છે કારણ કે મારું પેશન મારું પ્રોફેશન બની ગયું છે.' જણાવી દઈએ કે પુજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તેણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે એક ખાસ ઓળખ બનાવી હતી. તેની 100મી ટેસ્ટ જોવા માટે તેનો પરિવાર પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
કંઇક આવું રહ્યું છે ચેતેશ્વર પુજારાનું અત્યાર સુધીનું જીવન
જણાવી દઈએ કે જાન્યુઆરી 1988ના રોજ રાજકોટમાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પૂજારા બાળપણમાં ઘણી બધી વિડીયો ગેમ્સ રમતા હતા. એ સમયે એમની માતા શરત રાખી કે જો તે 10 મિનિટ પૂજા કરશે તો તે તેને વીડિયો ગેમ રમવા આપશે એ બાદ એમને દરરોજ પૂજા કરવાનું શરુ કર્યું હતું. નોંધનીય છે કે પુજારાએ પિતા પાસેથી ક્રિકેટની મૂળભૂત બાબતો શીખી છે. એમના પિતા પ્રથમ કોચ હતા અને પુજારાના કાકા બિપિન પણ સૌરાષ્ટ્ર માટે રણજી રમી ચૂક્યા છે.પૂજારા 17 વર્ષનો હતો એ સમયે એમની માતાનું અવસાન થયું હતું અને એ વર્ષે તેને રણજીમાં ડેબ્યૂ કર્યું હતું.
વર્ષ 2009માં હેમસ્ટ્રિંગનું હાડકું તૂટ્યું તો શાહરૂખ ખાને કરી મદદ
નોંધનીય છે કે વર્ષ 2009માં પુજારાએ દક્ષિણ આફ્રિકામાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે તેની હેમસ્ટ્રિંગનું હાડકું તૂટી ગયું હતું અને એ સમયે તેનો પરિવાર તેને રાજકોટ લાવવા માંગતો હતો પણ ટીમના માલિક શાહરૂખ ખાને પૂજારાની સર્જરી દક્ષિણ આફ્રિકામાં કરાવવા માટે સમજાવ્યા. અ સાથે જ એ સમયે શાહરૂખ પૂજારાના પિતાનો પાસપોર્ટ બનાવીને દક્ષિણ આફ્રિકા લઈ ગયો હતો.
ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓ
-સચિન તેંડુલકર
-રાહુલ દ્રવિડ
-વીવીએસ લક્ષ્મણ
-અનિલ કુંબલે
-કપિલ દેવ
-સુનીલ ગાવસ્કર
-સૌરવ ગાંગુલી
-ઈશાંત શર્મા
-વિરાટ કોહલી
-હરભજન સિંહ
-વિરેન્દ્ર સેહવાગ
-દિલીપ વેંગસરકર