બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે, ચેક બાઉન્સ થયો, તો ક્યાં જઇને કરશો ફરિયાદ? જાણો કાયદાકીય પ્રક્રિયા

જાણવા જેવું / માનો કે, ચેક બાઉન્સ થયો, તો ક્યાં જઇને કરશો ફરિયાદ? જાણો કાયદાકીય પ્રક્રિયા

Jinal Chauhan

Last Updated: 10:23 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેક બાઉન્સ થવા પર પોલીસ તરત જ FIR નોંધતી નથી. જો મામલો સિવિલ ક્રિમિનલનો હોય તો જ પોલીસ કાર્યવાહી કરે છે. આવા કિસ્સામાં વ્યક્તિએ સીધી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવવી પડે છે.

આજકાલ ચેક બાઉન્સ થવી સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો એવા કિસ્સાઓનો સામનો કરે છે જ્યાં ચેક માન્ય ન ગણાતા તેમને પૈસાનું નુકસાન થાય છે. ચેક બાઉન્સ થવાથી દોષિત વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ભારતીય કાયદા મુજબ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ આવા કેસ દાખલ થાય છે. શું તમને ખબર છે કે ચેક બાઉન્સ થાય તો ફરિયાદ ક્યાં કરવી અને કેસની સુનાવણીમાં કેટલો સમય લાગે છે.

પોલીસ સીધી FIR નોંધતી નથી

ચેક બાઉન્સ થવાના કેસમાં પોલીસ સીધી FIR નોંધતી નથી. જો મામલો સિવિલ ક્રિમીનલનો કેસનો હોય જેમ કે છેતરપિંડી કે મોટું કાવતરું તો જ પોલીસ કેસ નોંધી શકે છે.આવા કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવવી પડે છે. ચેક બાઉન્સ થવાના કિસ્સાઓમાં, ફરિયાદી કોઈપણ શહેરમાં કેસ દાખલ કરી શકતો નથી. જ્યાં કેસ બાઉન્સ થયો હોય એ જ વિસ્તારમાં પોલીસ કેસ નોંધાય છે.

Copy of સિંહ રાશિ (38)

ફરિયાદ કરવાની કાયદાકીય પ્રોસેસ શું છે?

ભારતમાં ચેક બાઉન્સ થાય તો કાયદાકીય પ્રોસેસ થાય છે. જેના માટે કાયદામાં એક સમય નક્કી કરવામાં આવ્યો છે.જો કોઈને ચેક બાઉન્સ થાય તો સૌથી પહેલા 15 દિવસની અંદર આરોપીને કાયદાની નોટિસ મોકલી પડે છે. આ નોટિસમાં સ્પષ્ટ રીતે પૈસા ચુકવવાની માંગ કરવામાં છે. આ સાથે આરોપી નોટીસ મળ્યાના 30 દિવસની અંદર ચુકવણું ન કરે તો મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરીયાદ કરી શકાય છે.કેસ દાખલ થયા પછી આરોપીને સમન મોકલવામાં આવે છે, જો આરોપી કોર્ટમાં હાજર ન થાય તો ધરપકડનું વોરંટ પણ બહાર પાડવામાં આવે છે.

Copy of સિંહ રાશિ (39)

સુનાવણીમાં કેટલો સમય લાગે છે

નિયમો પ્રમાણે નોટિસ મોકલ્યા પછી આરોપીને થોડોક સમય આપવામાં આવે છે. આ સમયમાં જો તે ચુકવણી ન કરે તો ફરીયાદી કેસ કરી શકે છે. કેસ દાખલ થતાની સાથે જ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ જાય છે, જો કે કોર્ટમાં અન્ય કેસ અને કાયદાકીય પ્રક્રિયાના કારણે સુનાવણીમાં સમય લાગી શકે છે. જો કે આવા કેસને ઝડપથી પતાવી દેવામાં આવે છે, કારણ કે આમાં સીધું આર્થિક નુકસાન થાય છે. દોષિત સાબિત થાવ તો બે વર્ષની જેલ, ચેકની રકમના બે ગણા રૂપિયાનો દંડ આ બન્ને સજા મળે છે.

આ પણ વાંચોઃ ચેક બાઉન્સ થવા પર ખરેખર જેલભેગાં થવું પડે? જાણો આખરે શું કહે છે નિયમ

વકીલ મહત્વનો ભાગ ભજવે છે

ચેક બાઉન્સના કેસમાં વકીલની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે.વકીલ સમયસર કાનૂની નોટિસ મોકલવાનું અને કોર્ટમાં કેસ મજબૂત રીતે રજૂ કરવાનું કામ કરે છે. તે પુરાવા ભેગા કરવાથી લઈને આરોપીને દોષી સાબિત કરવા સુધી મદદ કરે છે.વકીલ એ પણ ખાતરી કરે છે કે પીડિતાને તેના પૈસા ઝડપથી મળી જાય.ચેક બાઉન્સ કેસ દાખલ કરતી વખતે કેટલાક મહત્વના દસ્તાવેજો જરૂરી હોય છે.તેમાં ચેકની નકલ, બેંકનો બાઉન્સ મેમો, અને કાનૂની નોટિસની નકલ સામેલ છે. સાથે જ નોટિસ મોકલવાનો પુરાવો પણ કોર્ટમાં રજૂ કરવો જરૂરી છે. આ બધા દસ્તાવેજો કેસને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cheque bounce lawyer cheque bounce case,
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ