બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Chennai Super Kings vs Lucknow Super Giants Chennai Super Kings won by 12 run

IPL 2023 / 16મી સિઝનમાં CSKએ જીતનું ખાતું ખોલ્યું, રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ 12 રને હાર્યું

Kishor

Last Updated: 12:43 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chennai Super Kings vs Lucknow Super Giants માં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું છે.

  • લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો
  • ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી
  • લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. તેમને લખનૌને હરાવી બીજી મેચની જીત પોતાને નામ કરી છે. આજે IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું. સીએસકે ના ઋતુરાજ ગાયકવાડની સતત બીજી અડધી સદી અને ડેવોન કોનવે તથા અંબાતી રાયડુની શાનદાર ઇનિંગ્સના આધારે પ્રથમ બેટિંગ કરી 217 રનનો ખડકલો કરી દીધો હતો. 

જેના જવાબમાં, મોઈન અલીની ઘાતક ઓફ-સ્પિનએ લખનૌની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. બાદમાં કાયલ મેયર્સ તરફથી બીજી વિસ્ફોટક અને ધુઆધાર શરૂઆત છતાં LSG માત્ર 205 રન સુધી જ પહોંચી હતી. મહત્વનું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની આઇપીએલ 2023માં આ  આ પહેલી જીત છે, આગાઉ સીએસકે હારનો સ્વાદ ચાખી ચુકી છે. જ્યારે લખનૌની પહેલી હાર છે.

સીએસકે એ 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ આપી હતી. લખનૌના પોતાની ટીમમાં ફેરફાર કર્યો હતો. જેમાં જયદેવ ઉનડકટને પડતો મૂકવામાં આવ્યો છે અને યશ ઠાકુરને પ્લેઇંગ-11માં પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ચેન્નાઈએ બેટિંગ કરી 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

 

છેલ્લી ઓવરમાં વિકેટ

ચેન્નાઈના ટાર્ગેટને સર કરવા મેદાનમાં ઉતરેલી લખનૌની ટીમને છેલ્લી ઓવરમાં જીત માટે 28 રનની જરૂર હતી. આ દરમિયાન તુષાર દેશપાંડેએ પ્રથમ ચાર બોલમાં 1 વિકેટ લીધી હતી અને કોઈ બાઉન્ડ્રી આપી ન હતી, બાદમાં જીત પાકી થઈ ગઈ હતી. તો માર્ક વૂડે છેલ્લા બે બોલ પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી, પરંતુ લખનૌનો સ્કોર 205 રન સુધી જ પહોંચ્યો હતો. બાદમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ