બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / તમારી પાસે સોનું અસલી છે કે ભેળસેળીયું? ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

તમારા કામનું / તમારી પાસે સોનું અસલી છે કે ભેળસેળીયું? ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

Last Updated: 01:27 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIS એપ દ્વારા તમે તમારા સોનાના દાગીના પરના હોલમાર્ક વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. સાથે જ તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો.

ભારતમાં લગભગ દરેક ઘરમાં કોની કોઈ એક વસ્તુ તો જોવા મળે જ છે. આપણા દેશમાં સોનું સંસ્કૃતિ અને આસ્થા સાથે પણ જોડાયેલું છે. સામાન્ય રીતે 18, 22 અને 24 કેરેટ શુદ્ધતાનું સોનું પ્રચલિત છે. સોનાની શુદ્ધતા અંગે લોકોને ઘણી વાર મનમાં શંકા રહે છે. પરંતુ હવે ભારતમાં વેચાતા સોના અને ચાંદીના દાગીનામાં વપરાતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર BIS હોલમાર્કને માનવામાં આવે છે. તે દાગીનાની તપાસ કરે છે કે તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરે છે કે નહીં. તમે BIS એપ દ્વારા સોનાની શુદ્ધતા વિશે પણ માહિતી મેળવી શકો છો.

gold-jewelry-1

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઘણા દેશોમાં હોલમાર્ક મોંઘી ધાતુઓની શુદ્ધતાની ખાતરી આપે છે. હોલમાર્કિંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદકોને શુદ્ધતા સંબંધિત કાયદાકીય આવશ્યકતાઓનું પાલન કરે છે તેની ખાતરી કરવા અને લોકોને છેતરપિંડીથી બચાવવાનો છે. ભારતમાં સોના અને ચાંદીનું હોલમાર્કિંગ કરવામાં આવે છે.

કેવી રીતે તપાસવી સોનાની શુદ્ધતા

તમારા ઘરેણાં પર હોલમાર્ક શોધો. હોલમાર્ક જણાવે છે કે દાગીનામાં કેટલા ટકા સોનાનો ઉપયોગ થાય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં સોનાના દાગીનાના પ્રમાણપત્ર અને હોલમાર્કિંગ માટે જવાબદાર અધિકૃત એજન્સી છે.

BIS-hallmark

BIS એપથી ચેક કરો સોનાની શુદ્ધતા

હોલમાર્કિંગની પ્રમાણિકતાની તપાસ કરવા માટે, Google Play Store અથવા Apple App Store પરથી BIS CARE એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારું નામ, ફોન નંબર અને ઇમેઇલનો ઉપયોગ કરીને લોગ ઇન કરો. ઘરેણાંના હોલમાર્કિંગને ચકાસવા માટે, તમારે "verify HUID" સેક્શન પર જવું પડશે. તેના પર ક્લિક કર્યા પછી, તમે એક નવા પેજ પર જશો, જ્યાં તમે તે સોનાના દાગીનાનું HUID ટાઈપ કરી શકો છો. હવે સર્ચ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમને સોનાના દાગીનાની તમામ HUID વિગતો દેખાશે. તેમાં ઝવેરીનો રજીસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગ સેન્ટર, AHC રજીસ્ટ્રેશન નંબર, AHC સરનામું, આર્ટિકલ ટાઈપ, હોલમાર્કિંગની તારીખ અને શુદ્ધતા વિશેની માહિતી પણ હશે. તમે કોઈપણ ભારતીય ધોરણો, તેના લાયસન્સ અને ઉત્પાદન માટેની લેબ વિશેની માહિતી માટે 'Know your Standards' પસંદ કરો.

શું હોય છે HUID નંબર?

આ 6 અંકનો કોડ હોય છે, જે અક્ષરો અને સંખ્યાઓથી બનેલો હોય છે. હોલમાર્કિંગ સમયે, દરેક ઘરેણાંને એક યુનિક HUID નંબર આપવામાં આવે છે, જે હોલમાર્કિંગ સેન્ટર દ્વારા ઘરેણાં પર હાથથી બનાવેલી છાપના રૂપમાં લગાવવામાં આવે છે.

gold-jewelry

કરી શકો છો ફરિયાદ

BIS એપના 'Complaint' ફીચરનો ઉપયોગ કરીને, તમે ખામીયુક્ત અથવા સબ-સ્ટાન્ડર્ડ ક્વોલિટી પ્રોડક્ટ્સ, માર્કનો દુરુપયોગ અથવા ગુણવત્તા વિશે ખોટા વચનો જેવા મુદ્દાઓ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. BIS એપ કોઈપણ વસ્તુ કે પ્રોડક્ટ પર ISI, હોલમાર્ક અને CRS રજીસ્ટ્રેશન માર્કસની પ્રમાણિકતા ચકાસી શકે છે.

વધુ વાંચો: સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી 3300 રૂપિયા થયું સસ્તુ

હોલમાર્ક વગરના ઘરેણાંની તપાસ કેવી રીતે કરવી?

ગ્રાહકો તેમના ઘરેણાં કોઈપણ BIS-માન્યતા ધરાવતા હોલમાર્કિંગ સેન્ટર પર ચેક કરાવી શકે છે. આ કેન્દ્રો ગ્રાહકોની જ્વેલરી અને સેમ્પલના ટેસ્ટ માટે ફી વસૂલ કરે છે. હોલમાર્કિંગ કેન્દ્રો ગ્રાહકોને એક ટેસ્ટ રિપોર્ટ આપે કરે છે, જેમાં પ્રોડક્ટ વિશે સચોટ માહિતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ