બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / chattishgarh narayanpur protestors attacked SP sadanand kumar

વિરોધ / છત્તીસગઢમાં પ્રદર્શનકારીઓનો SP પર ખૂની હુમલો, માથામાં થઈ ગંભીર ઈજા, શું છે વિવાદનું મૂળ

Vaidehi

Last Updated: 08:18 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢનાં નારાયણપુરમાં ધર્માંતરણનો મામલો વેગ પકડી રહ્યો છે. સોમવારે આક્રોશિત પ્રદર્શનકારીઓની વચ્ચે પહોંચેલ નારાયણપુરનાં SP પર જ લોકોએ હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના માથા પર ઘા વાગ્યો છે.

  • છત્તીસગઢમાં ધર્માંતરણ મુદાને મળ્યો વેગ
  • પ્રદર્શનકારીઓએ નારાયણપુરનાં SP પર કર્યો હુમલો
  • માથા પર ગંભીર ઈજા થતાં ખસેડાયા હોસ્પિટલ

છત્તીસગઢનાં નારાયણપુરમાં ધર્માંતરણ મામલાને લઇને સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઊતરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ સોમવારે ઘટનાસ્થળ પર પહોંચેલ નારાયણપુરનાં SP સદાનંદ કુમાર પર હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના માથા પર ગંભીર ઈજા થઇ છે. તેમને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે.

આ મુદાનાં વિરોધમાં નિકળી રેલી
આ મામલામાં નારાયણપુર જિલ્લાનાં અલગ-અલગ ગામડાઓમાં આક્રોશ ફેલાઇ ગયો છે. આદિવાસી સમાજનાં લોકોએ બજાર સ્થળનાં આ મુદાનાં વિરોધમાં રેલી નિકાળી હતી. તેની જાણકારી મળતાં જ જિલ્લા પોલીસ અને પ્રશાસન એક્શનમાં આવ્યાં.

આ છે સમગ્ર મામલો
એડકા પોલીસ સ્ટેશનનાં વિસ્તારનાં ગોર્રા ગામમાં ધર્માંતરણનાં મામલાને લઇને 2 સમુદાયો સામે-સામે આવી ગયાં હતાં. તેના બાદ થોડા સમય સુધી ઘણો વિવાદ થયો અને છેલ્લે મારપીટમાં કેટલાક લોકો ઘાયલ પણ થઇ ગયાં. ઘટનાને લઇને આદિવાસી સમાજે સોમવારે નારાયણપુર બંધનું એલાન કર્યું. નવા વર્ષનાં એક દિવસ પહેલાં આદિવાસી સમાજને ધર્માંતરણનાં મામલા અંગે માહિતી મળી હતી. તેને લઇને સમાજનાં લોકો વિરોધ દર્શાવી રહ્યાં હતાં. આરોપ છે કે આ દરમિયાન અમુક ધર્મનાં લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયાં હતાં.

આદિવાસીઓ કરી રહ્યાં છે પ્રદર્શન
છેલ્લા કેટલાક દિવસોથી આદિવાસી પ્રદર્શનકારીઓ નારાયણપુર જિલ્લામાં પ્રદર્શન કરી રહ્યાં છે. જિલ્લા કલેક્ટર કાર્યાલયની બહાર બેસીને તેમની વિરૂદ્ધમાં કરવામાં આવેલ અત્યાચારો સામે પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓની પ્રશાસન સાથે મારપીટ કરનારાં લોકોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ