બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / Chattisgarh election results: BJP might win the election is chattisgarh too, these are famous faces for CM seat
ADVERTISEMENT
છત્તીસગઢ ભાજપે મુખ્યમંત્રીનાં ચહેરા વિના આ વખતે ચૂંટણી લડી છે. એકતરફ કોંગ્રેસની પાસે સ્પષ્ટરૂપે મુખ્યમંત્રીનો ચહેરો હતો તો બીજી તરફ ભાજપ મોદી અને પાર્ટીનાં વિઝન પર ચૂંટણી લડી રહી હતી. જે રીતે કેન્દ્રમાં ભાજપ કોંગ્રેસને પૂછતી રહે છે કે તેમના PMનો ચહેરો કોણ હશે એ જ સવાલ છત્તીસગઢમાં ભાજપને પણ પૂછવામાં આવે તો નવાઈ નહીં. પણ આ બધાં તર્ક પહેલા તો આપણને એ જોવું જોઈએ કે આખરે એવા કયા ચહેરા ભાજપ પાસે છે જે છત્તીસગઢનાં મુખ્યમંત્રી પદ પર બેસવાની લાયકાત ધરાવે છે. 3 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા રમણસિંહ એકબાર ફરી ભાજપની પસંદ બનશે કે ભાજપ કોઈ આદિવાસીને દાવ આપશે.
રાજસ્થાનમાં મોદી તો MPમાં 'લાડલી' લહેર, તો છત્તીસગઢમાં પણ પંજાનો સફાયો, તેલંગાણામાં 'Bye-Bye KCR!'#AssemblyElection2023 #AssemblyElection #RajasthanElection2023 #MadhyaPradeshElection2023 #VTVGujarati #ElectionResults #ElectionResultsWithVTV #vtvcard pic.twitter.com/Zfg0Y3wc7n
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 3, 2023
ADVERTISEMENT
પૂર્વ CM રમન સિંહ
ત્રણ વખત મુખ્યમંત્રી બની રહેલા રમણ સિંહને ભલે આ વખતે પાર્ટીનાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નથી કરવામાં આવ્યું પણ તેમની યોગ્યતાને નજરઅંદાજ ન કરી શકાય. જાણકારો કહે છે કે શરૂઆતી સમયમાં રમણ સિંહ ભાજપમાં ઉપેક્ષિત હતાં પણ જ્યારે ચૂંટણી નજીક આવી તો હાઈકમાને તેમને ટિકીટ આપવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય નેતૃત્વ આ વાત જાણે છે કે રમણ સિંહ 3 વખત કાર્યકાળ સંભાળી ચૂક્યાં છે અને તેમને રાજ્ય ચલાવવાની સમજ પણ છે. તેઓ રાજ્યમાં લોકપ્રિય પણ રહ્યાં છે. 2018માં હાર્યા બાદ પણ તેમની સક્રિયતા ઓછી થઈ નથી.
ADVERTISEMENT
વિજય બઘેલ
વિજય બઘેલની ઉમેદવારી મજબૂકત છે. તેની પાછળ મુખ્ય 2 કારણો છે. વિજય બઘેલ CM ભૂપેશ બઘેલની જ જાતિ obcનાં કુર્મી સમાજથી આવે છે. સાંસદ તરીકે તેમની ઈમેજ સાફ છે. રાજ્યનાં સ્થાનીક નેતાઓનો પણ કોઈ વિરોધ નથી દેખાઈ રહ્યો. હાઈકમાનનાં વિશ્વાસુ પણ માનવામાં આવે છે. રાજનીતિને જાણે છે.
અરૂણ સાવ
ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ પણ CM પદ માટેનાં દાવેદાર બની શકે છે. અરૂણ સાવ ઓબીસી સમાજથી આવે છે. સીધા-સરળ સ્વભાવનાં છે. પાર્ટીની અંદર ગુટબાજી કરવામાં નથી માનતાં. આ ચૂંટણીનાં 6 મહિના બાદ લોકસભા ચૂંટણી થવાની છે. ભાજપને સાફ ઈમેજવાળા આવા જ કોઈ મુખ્યમંત્રીની જરૂર છે જે હાઈકમાનનાં આદેશોનું અમલીકરણ કરી શકે.
ADVERTISEMENT
નવો ચહેરો- ઓપી ચૌધરી
બ્યૂરોક્રેટ ઓપી ચૌધરી ચર્ચામાં ત્યારે આવ્યાં જ્યારે તેમણે 2018ની ચૂંટણી પહેલાં નોકરીથી રાજીનામું આપીને ભાજપ જોઈન કર્યું. ચૌધરી યુવાનોમાં લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. જે રીતે મહારાષ્ટ્રમાં યુવા ચહેરા ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યું હતું તેવી રીતે ઓપી ચૌધરીને પણ મોકો આપવામાં આવી શકે છે. તેઓ પણ ઓબીસી સમાજથી આવે છે. રાજનીતિમાં તેઓ એક વિઝન લઈને આવ્યાં હતાં. જો કે સંગઠન ચલાવવાનો અનુભવ ન હોવાને કારણે તેમને અન્ય નેતાઓની સરખામણીએ સરળતાથી ચાન્સ નહીં મળે.
રામ વિચાર નેતામ
છત્તીસગઢમાં ભાજપ કોઈ આદિવાસી નેતા પર દાવ લગાડી શકે છે. રામ વિચાર નેતામનું નામ આવી સ્થિતિમાં સૌથી ઉપર આવી શકે છે. આ સિવાય ભાજપ કોઈ પણ નવા આદિવાસી ચહેરા દાવ લગાડી શકે છે.
ADVERTISEMENT
15 વર્ષ ભાજપ અને 5 વર્ષ કોંગ્રેસ
2003થી છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી સરકાર ચલાવી રહી હતી. પણ 2018ની ચૂંટણીમાં છત્તીસઢની જનતામાં રમણ સિંહ વિરોધી વલણ જોવા મળ્યું હતું જેના લીધે ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં.
2018 છત્તીસગઢ વિધાનસભા પરિણામો:
કુલ સીટ 90
કોંગ્રેસ- 68
ભાજપ-15
અન્ય- 07
ADVERTISEMENT
2013
ભાજપ- 49
કોંગ્રેસ- 39
અન્ય- 2
2008
ભાજપ- 50
કોંગ્રેસ- 38
અન્ય- 02
2003
ભાજપ- 50
કોંગ્રેસ- 37
અન્ય- 03
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.