ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફેસબુક, Insta બાદ હવે ChatGPT પણ ડાઉન, એકસાથે હજારો યુઝર્સ પરેશાન, લોકોએ કર્યા ધડાધડ ટ્વિટ

ટેક્નોલોજી / ફેસબુક, Insta બાદ હવે ChatGPT પણ ડાઉન, એકસાથે હજારો યુઝર્સ પરેશાન, લોકોએ કર્યા ધડાધડ ટ્વિટ

Last Updated: 09:11 AM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થયા પછી આજે સવારે 6 વાગ્યાથી ચેટજીપીટી (ChatGPT) પણ ડાઉન છે. હજારો યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.

ADVERTISEMENT

ChatGPT Down: મેટા એપ્લિકેશન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ અને વ્હોટ્સએપનો મોટા પાયે આઉટેજ (meta down) નો સામનો કર્યાના કલાકો પછી જ ગુરુવારે હજારો લોકો ચેટજીપીટી પણ ડાઉન થઈ ગયું છે. ChatGPTમાં ગુરુવાર, 12 ડિસેમ્બરની સવારે નોંધપાત્ર સમસ્યાઓ આવી, જેના કારણે વિશ્વભરના લાખો યુઝર્સ ચેટબોટને ઍક્સેસ કરવામાં અસમર્થ રહ્યા. ChatGPT પાછળની કંપની OpenAI એ આ મુદ્દા અંગેની અપડેટ સોશિયલ મીડિયા પર આપી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને OpenAI એ લખ્યું, "અમે હાલમાં પાવર કટનો સામનો કરી રહ્યા છીએ. અમે સમસ્યાની ઓળખ કરી છે અને તેના ઉકેલ પર કામ કરી રહ્યા છીએ. માફ કરશો અને અમે તમને અપડેટ આપતા રહીશું!" આઉટેજની અસર માત્ર ChatGPT પર જ નહીં પરંતુ OpenAI ના API અને સોરા વીડિયો જનરેટર પ્લેટફોર્મ પર પણ જોવા મળી.

જણાવી દઈએ કે વેબસાઈટ પર 'ChatGPT is Currently Unavailable' મેસેજ બતાવવામાં આવી રહ્યો છે અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે કંપની તેને જલ્દી ઠીક કરશે. એક વ્યક્તિએ X પર જણાવ્યું કે, "ChatGPT હાલમાં અસ્થાયી આઉટેજનો અનુભવ કરી રહ્યું છે, WhatsApp, Facebook અને Instagram પછી, હવે ChatGPT/OpenAI ડાઉન છે."

PROMOTIONAL 13

ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતીયોએ વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું? જુઓ કેટેગરી મૂજબ લિસ્ટ

ગઈકાલે મેટા પ્લેટફોર્મ થયા હતા ડાઉન

જણાવી દઈએ કે ગઈકાલે દુનિયાભરમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન હતા. લોકોને લોગ ઈન કરવામાં, પોસ્ટ ચેક કરવામાં અને મેસેજ મોકલવામાં સમસ્યાઓ આવી રહી હતી. મેટા (meta down) એ પણ આ આઉટેજને સ્વીકાર્યું હતું અને તેને ટેક્નિકલ સમસ્યા ગણાવ્યું છે. DownDetectorના રિપોર્ટ અનુસાર, ઘણી જગ્યાએ વોટ્સએપ પર મેસેજ મોકલવામાં મુશ્કેલી આવી રહી હતી. જો કે, હાલમાં મેટાના આ પ્લેટફોર્મ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ChatGPT Down openai Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ