બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / changes are going to happen from 1 april employees and businesses will be the most affected

ફેરફાર / 1 એપ્રિલ 2021થી આવશે આ 5 મોટા ફેરફાર, કર્મચારીઓ અને કારોબારી વ્યક્તિઓ થશે પ્રભાવિત

Bhushita

Last Updated: 10:49 AM, 24 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં અનેક નિયમ અને કાયદા બદલાશે જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર થશે.

  • 1 એપ્રિલથી આવશે આ 5 મોટા ફેરફાર
  • કર્મચારીઓ અને કારોબારી વ્યક્તિઓ થશે પ્રભાવિત
  • જાણી લો શું આવશે મોટા ફેરફાર

1 એપ્રિલથી આવનારા સૌથી મોટા ફેરફારોની સૌથી વધારે અસર કર્મચારીઓ અને કારોબારીઓની સાથે સાથે પેન્શનધારકો પર પણ થશે. સરકારી સૂત્રોના આધારે ટેક્સના હાલના સ્લેબ અપરિવર્તિત રહેવાના કારણે 1 એપ્રિલથી નવા શ્રમ કાયદાની સાથે પગારના સ્લેબમાં પણ ફેરફાર કરાયો છે. આ કારણે કર્મચારીઓના પીએફમાં પહેલાની સરખામણીમાં વધારે યોગદાન મળશે. શ્રમ કાયદા અનુસાર બેઝિક સેલેરીનો ભાગ વધીને સેલેરીના ઓછામાં ઓછા 50 ટકા કરાશે. તેનાથી 50 ટકાથી ઓછી ભાગીદારીમાં કર્મચારીઓને લાભ થશે. બેઝિક સેલેરી વધવાથી પીએફના યોગદાનમાં લાભ થશે. સાથે જ કર્મચારીઓની બચત પણ વધશે.  


 
ગ્રેજ્યુઈટીનો સમય ઘટશે
નવા શ્રમ કાયદાના કારણે ગ્રેજ્યુઇટીની સમય સીમા ઘટાડાવામાં આવી છે. એક કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કરવાથી ગ્રેજ્યુઈટીનો લાભ મળે છે. 
 
વધારે પીએફ ભરવા પર ટેક્સ
નવા નાણાંકીય વર્ષ 2021-22માં 2.5 લાખ રૂપિયાથી વધારેના પીએફના યોગદાન પર ટેક્સના ટેક્સ નિયમને લાગૂ કરાયો છે. આ સાથે આ નિયમમાં પ્રતિ મહિને 2 લાખ રૂપિયાથી વધારે કમાણી વાળા ટેક્સ પેયર્સ હશે. 

વૃદ્ધોને ITR ભરવાની અપાશે છૂટ
75 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા વૃદ્ધો પેન્શન ધારકોને આઈટીઆર ભરવાની છૂટ અપાઈ છે. આ સુવિધા તેમને જ પ્રાપ્ત થશે જેમના આવકના સોર્સ પેન્શન અને તેનાથી મળનારું વ્યાજ છે.  

LTC ઈનકેશમેન્ટ સમય પણ સમાપ્ત 
નવા નિયમ અનુસાર ફ્લાઈટ યાત્રા કરવામાં પણ વાઉચરના કર્મચારીઓને મળનારી છૂટ 31 માર્ચ 2021 સુધી કરાઈ છે. 1 એપ્રિલથી તેનો લાભ મળી શકશે નહીં. 

E-ઈનવોઈસ અનિવાર્ય
બિઝનેસ ટૂ બિઝનેસ કારોબારના આધારે 1 એપ્રિલથી એવા કારોબારીઓને માટે ઈ- ઈનવોઈસ અનિવાર્ય રહેશે જેમના ટેક્સનું ટર્નઓવર 50 કરોડ રૂપિયાથી વધારે છે. 


આજે જ  PPF કે VPFમાં રોકાણ કરતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે ખાસ કેટેગરીના લોકો માટે ટેક્સમાં છૂટની મર્યાદા 5 લાખ સુધી કરી દીધી છે. સંસદમાં સરકારે સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારા 1 ટકા જેટલા લોકોને આ સંશોધનથી લાભ થશે. જે લોકો PFમાં અઢી લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરશે તેને લાભ મળશે. નિર્મલા સિતારમણે જણાવ્યું કે મોટાભાગના લોકોનું PFમાં યોગદાન 2.5 લાખ રૂપિયાથી ઓછું છે.

સંકળાયેલા મુદ્દાઓ

April 2021 Business News Changes PF Rules અસર એપ્રિલ 2021 કર્મચારીઓ ટેક્સ નિયમ ફેરફાર બિઝનેસ ન્યૂઝ changes from 1 april 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ