બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chaitra navratri 2024 do fasting during navratri 3 remedies

Chaitra Navratri 2024 / નવરાત્રીમાં વ્રત ન કરી શકતા હોવ તો કરો આ 3 ઉપાય, ઉપવાસ જેટલું જ મળશે પુણ્ય

Arohi

Last Updated: 07:58 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024: જો કોઈ કારણસર નવરાત્રીમાં નવ દિવસનું વ્રત ન કરી શક્યા હોવ તો તમે આ ખાસ ઉપાયથી તમે ઉપવાસ જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલથી થઈ ચુકી છે. નવરાત્રીનો પર્વ માં દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીમાં માતા દુર્ગાના 9 ખાસ રૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે લોકો નવરાત્રીનું વ્રત વિધિ-વિધાનથી કરે છે માતાજીની ખાસ કૃપા તેમના ભક્તો પર પડે છે. 

નવરાત્રીમાં ઘણા લોકો એક બે દિવસ તો ઘણા લોકો 9 દિવસ સુધી વ્રત કરે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ બની જાય છે કે અમુક લોકો નવરાત્રીનું વ્રત નથી કરી શકતા. જો તમે પણ નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો આ ઉપાયથી તમે વ્રત જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. 

દુર્ગા મંત્રનો જાપ 
જો તમે કોઈ કારણથી નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો તમે માતા દુર્ગાના મંત્રોનો જાપ કરી શકો છો. નિયમિત રીતે માતા દુર્ગાના મંત્રનો જાપ કરવાથી સુખ-સંપદાની સાથે સાથે માતાજીના આશીર્વાદ મળે છે. માતા દુર્ગાના મંત્રોમાં મોટી શક્તિ હોય છે. એવામાં તે દરરોજ માતા દુર્ગાના મંત્રનો જાપ કરો. તમને તેટલું જ પુણ્ય મળશે. જેટલું વ્રત રાખવાનું મળે છે. 

કન્યા પૂજન 
કોઈ વિપરીત પરિસ્થિતિઓના કારણે જો તમે નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો તમે 9 દિવસ સુધી કન્યા ભોજન કરાવો. કન્યા ભોજન કરવાથી પણ તમને પુણ્યની પ્રાપ્તિ થશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કન્યાને ભોજન કરાવ્યા બાદ તેને કંઈકને કંઈક ઉપહારમાં જરૂર આપો. તેના ઉપરાંત નવ દિવસ સુધી સતત શ્રીયંત્રની પૂજા કરો. 

વધુ વાંચો: શું તમારી હથેળી પર છે આ 6 લકી ચિહ્ન? તો સમજી જજો, હોઇ શકો છો અતિ ભાગ્યશાળી

અખંડ દીવો કરો 
નવરાત્રીમાં અખંડ દીવો કરો. આ પ્રયત્ન કરવા માટે તમે નવ દિવસ સુધી માતા દુર્ગાની પ્રતિમાના સામે દિવો કરો. તેમની સાથે જ માતા દુર્ગાને નારિયેળ અને ચુંદડી ચડાવો. આમ કરવાથી બધી મનોકામનાઓ પુરી થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra navratri 2024 Fasting Navratri Pooja Remedies ચૈત્રી નવરાત્રી 2024 Chaitra Navratri 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ