બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Centre's Action After Indian Spice Brands Banned In Hong Kong, Singapore

ખાદ્ય ભેળસેળ / MDH સહિત તમામ મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતાં કેન્દ્રનો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 05:08 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ મસાલામાં હાનીકારક તત્વો મળી આવ્યાંનું બહાર આવતાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સર કારક તત્વો મળી આવતાં સિગાપોર અને હોંગકોંગે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રિપોર્ટથી હરકતમાં આવેલી કેન્દ્ર સરકારે પણ એક મોટો નિર્ણય લેતાં તમામ ફૂડ કમિશનરોને  દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે.
ત્રણથી ચાર દિવસમાં દેશના તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી નમૂના લેવામાં આવશે, એમ ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું છે. માત્ર એમડીએચ અને એવરેસ્ટ જ નહીં, તમામ મસાલા બનાવતી કંપનીઓના સેમ્પલ લેવામાં આવશે. રિપોર્ટ લગભગ 20 દિવસમાં લેબમાંથી આવશે. 

સિંગાપોર બાદ હોંગકોંગે એમડીએચ મસાલાં પર મૂક્યો પ્રતિબંધ 
એમડીએચ સહિત એવરેસ્ટ મસાલમાં હાનીકારક તત્વો મળી આવ્યાં છે. MDH પ્રાઈવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના ઘણા મસાલામાં કાર્સનીજેનિક પેસ્ટીસાઈડ ઈથલોન ઓક્સાઈડ મળી આવ્યો છે. સિંગાપોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 5 એપ્રિલે ચકાસણી કરી હતી જેમાં સાંબર મસાલા પાવડર, મદ્રાસ કરી પાવડર અને કરી પાવડરમાં એમ ત્રણ બ્રાન્ડમાં કેન્સર કારક તત્વો મળી આવ્યાં હતા. સરકારે વેન્ડર્સને પણ મસાલાનું વેચાણ ન કરવાની સલાહ આપી છે અને માર્કેટમાંથી તેને પાછા ખેંચવાનો ઓર્ડર આપ્યો છે. 

વધુ વાંચો : 'અસલી મસાલા સચ, સચ' MDH મસાલામાં કેન્સર પેદા કરતાં તત્વો મળતાં બે ઠેકાણે પ્રતિબંધ

એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું
એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું છે. કેન્સર પરની ઈન્ટરનેશનલ એજન્સી દ્વારા ગ્રુપ 1ના લેબલિંગ પ્રમાણે એથલિન ઓક્સાઈડથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. ઉલ્લેખનીય છે કે 2023ની સાલમાં પણ અમેરિકામાં એમડીએચ મસાલામાં સાલમોનેલ્લાની ભેળસેળ સામે આવતાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેને પાછી ખેંચી લેવાનો ઓર્ડર અપાયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Indian Spice Brands Banned MDH Ban MDH Spices Ban Indian Spice Brands Banned
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ