બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Centre approves 78 days wage as bonus to Railway employees

કેબિનેટ નિર્ણય / રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી, મોદી સરકારે જાહેર કર્યું પર્ફોમન્સ લિંક્ડ બોનસ, જાણો કેટલું મળશે

Hiralal

Last Updated: 03:43 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓને 78 દિવસનુ પર્ફોમન્સ લિંક્ડ બોનસ આપવાનો નિર્ણય લીધો છે.

  • રેલવે કર્મચારીઓને સરકારની દિવાળી ભેટ
  • 78 દિવસનુ પર્ફોમન્સ લિંક્ડ બોનસ મળશે
  • કેન્દ્રીય કેબિનેટે લીધો નિર્ણય 
  • 11 લાખથી વધુ રેલવે કર્મચારીઓને થશે ફાયદો 

રેલવેમાં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે તેમને 78 દિવસનુ પર્ફોમન્સ લિંક્ડ બોનસ આપવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટની આજે મળેલી બેઠકમા બોનસ સંબંધિત નિર્ણય લેવાયો હતો. જોકે રેલવે પોલીસને આ લાભથી વંચિત રાખવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી 11 લાખથી વધુ રેલવે કર્મચારીઓને બોનસનો લાભ મળશે.

દરેક કર્મચારીને 17 હજાર રુપિયા સુધીનું બોનસ મળી શકે 
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રેલવે કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે બોનસ આપવામાં આવી રહ્યું છે. સાથે જ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રેલવે કર્મચારીઓ પોતાની કાર્યક્ષમતા વધારી શકે, સાથે જ આ નિર્ણયથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. એક અંદાજ મુજબ રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસ પાછળ લગભગ 1.83 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એટલે કે દરેક કર્મચારીને લગભગ 17 હજાર રૂપિયા ચૂકવી શકાય છે.

લોકડાઉન દરમિયાન કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
રેલવે મંત્રાલયે પોતાની રિલીઝમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ખોરાક, ખાતર, કોલસા જેવી આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર સુનિશ્ચિત કરવામાં રેલવે કર્મચારીઓએ યોગદાન આપ્યું છે. આ સાથે જ રેલ દ્વારા માલ પરિવહન અને મુસાફરો પાસેથી ભાડું વસૂલવા જેવા ઘણા નીતિગત પગલાં લેવામાં આવ્યા છે, જેનો ફાયદો ખોટમાં ચાલી રહેલી રેલવેને મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, ખોટમાં ચાલતી રેલ્વેએ તેના આર્થિક લક્ષ્યને પ્રાપ્ત કર્યું, જે કોરોના રોગચાળા દરમિયાન ડાઉન રહ્યું હતું. રેલ્વેએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન લગભગ 184 મિલિયન ટન નૂર પરિવહન કરવામાં આવ્યું હતું. મોદી સરકારે લીધેલા આ નિર્ણયથી રેલવે કર્મચારીઓ ખૂબ ખુશ છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બોનસને મંજૂરી આપવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મહામારી દરમિયાન રેલવે કર્મચારીઓએ મહત્વની ભૂમિકા નિભાવી છે, જેના કારણે અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ