બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Central government upset by IMF report: Finance Ministry says debt reduced compared to 2002, 2028 forecast wrong

અસહમત / IMFની રિપોર્ટથી કેન્દ્ર સરકાર હેરાન-પરેશાન: નાણા મંત્રાલયે કહ્યું 2002ની સાપેક્ષે ઓછું થયું દેવું, 2028નું અનુમાન ખોટું

Megha

Last Updated: 08:25 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMF એલર્ટ આપતા કહ્યું ભારત પર 205 લાખ કરોડ દેવું થઇ ગયું છે જે ચિંતાજનક છે પરંતુ ભારત સરકારે IMFની ચેતવણી સાથે અસહમતિ વ્યક્ત કરી છે

  • IMF એ ભારત પર વધી રહેલા દેવાના બોજને લઈને એલર્ટ આપ્યું 
  • ભારત સરકારે IMFની ચેતવણી સાથે અસહમતિ વ્યક્ત કરી છે 
  • સરકારે કહ્યું કે આપણે હજુ પણ 2002ના દેવાના સ્તરથી નીચે છીએ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF એ ભારત પર વધી રહેલા દેવાના બોજને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. IMFના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે આટલા મોટા દેવાના કારણે ભારતને લાંબા ગાળાના જોખમનો સામનો કરવો પડી શકે છે. 

Tag | VTV Gujarati

રીપોર્ટ અનુસાર દેશનો કુલ બોજો એટલે કે કુલ દેવું આ ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાટરમાં વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ થઈ ગયો છે. જો કે આ દરમિયાન ડોલરની કિંમતમાં વધારો થયો એ પણ અસર કરી રહ્યું છે. આ પહેલાના ક્વાટર માર્ચ 2023માં દેશનું કુલ દેવું 200 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે છેલ્લા 6 મહિનામાં દેવું 5 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.

જો કે IMFની ચેતવણી સાથે અસહમતિ વ્યક્ત કરતા ભારત સરકારે કહ્યું છે કે મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયામાં છે. તેથી કોઈ સમસ્યા નથી. સરકારે કહ્યું કે આપણે હજુ પણ 2002ના દેવાના સ્તરથી નીચે છીએ. ઉપરાંત IMFના અહેવાલ સામે વાંધાઓ વ્યક્ત કરતા ભારત સરકારે કહ્યું કે IMFના આ રીપોર્ટમાં કેટલીક ધારણાઓ કરવામાં આવી છે, જે હકીકતમાં સાચી નથી. 

સરકારે કહ્યું કે IMF દ્વારા આપવામાં આવેલા પ્લસ અને માઈનસ દૃશ્યો વચ્ચે, એવી મોટી સંભાવના છે કે COVID-19 રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, સરકારનું સામાન્ય દેવું જીડીપીના 100 ટકા હોઈ શકે છે. IMFના રિપોર્ટમાં નાણાકીય વર્ષ (FY2028) સુધીની સૌથી ખરાબ સ્થિતિની વાત કરવામાં આવી છે, જે સાચી નથી. 

 Public Sector banks submitted 35 crore rupee of unclaimed amount to RBI

અન્ય દેશો માટે, આવા IMF અહેવાલો તેમના માટે ઘણી ખરાબ સ્થિતિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, અમેરિકા, બ્રિટન અને ચીન માટે IMF રિપોર્ટમાં 'સૌથી ખરાબ સ્થિતિ'ના આંકડા આપવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, 'સૌથી ખરાબ કેસ'ની ટકાવારી અમેરિકા માટે 160 ટકા, બ્રિટન માટે 140 ટકા અને ચીન માટે 200 ટકા છે અને આ ભારતના 100 ટકા કરતાં ઘણું ખરાબ છે.

આ સાથે જ રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો સ્થિતિ અનુકૂળ રહેશે તો આ સમયગાળા દરમિયાન સરકારી દેવું જીડીપીના 70 ટકા સુધી ઘટી શકે છે. સાથે જ સરકારે આ વાત પર ભાર મુક્યો કે IMFએ કહ્યું છે કે અન્ય દેશોની તુલનામાં, ભારતે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે અને હજુ પણ 2002ના દેવાના સ્તરથી નીચે છે. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે સરકારી દેવું પણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં તે 88 ટકા હતો અને નાણાકીય વર્ષ 2022-23માં તે 81 ટકા થઈ ગયો.

નોંધનીય છે કે IMF વર્તમાન અને મધ્યમ ગાળાની આર્થિક નીતિઓ અને દેશની દૃષ્ટિકોણની સમીક્ષા કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ