બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / CCS approves procurement of 70 basic trainer aircraft for Rs 6,828 cr

લાખો નોકરીઓનું સર્જન / આત્મનિર્ભર ભારતને બિગ બૂસ્ટ ! 70 વિમાન-3 શિપ ખરીદીનો મોદી સરકારનો નિર્ણય, મહિલાઓને દરિયામાં તાલીમ

Hiralal

Last Updated: 08:18 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 10, 000 કરોડમાં 70 ટ્રેનર વિમાન અને 3 કેડેટ ટ્રેનિંગ શીપ ખરીદવાનો નિર્ણય લેવાયો છે.

  • પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક
  • 6,828 કરોડના ખર્ચે ખરીદશે 70 HTT-40 તાલીમ વિમાન  
  • 3100 કરોડમાં ખરીદશે  3 કેડેટ ટ્રેનિંગ શીપ
  • આ શીપ મહિલાઓને દરિયામાં આપશે તાલીમ 

કેન્દ્રીય મંત્રીમંડળે બાય (ઇન્ડિયન-આઇડીડીએમ (સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત) કેટેગરી હેઠળ રૂ. 3,108.09 કરોડના કુલ ખર્ચ સાથે ત્રણ કેડેટ તાલીમ જહાજોની ખરીદી માટે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (એલએન્ડટી) સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. જહાજોની ડિલિવરી 2026થી શરૂ થવાની છે.

દરિયામાં મહિલાઓ સહિત ઓફિસર કેડેટ્સની તાલીમ પૂરી પાડશે 
ત્રણ કેડેટ તાલીમ જહાજો ભારતીય નૌકાદળની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની મૂળભૂત તાલીમ પછી દરિયામાં મહિલાઓ સહિત ઓફિસર કેડેટ્સની તાલીમ પૂરી પાડશે તે ઉપરાંત રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી આ જહાજો મૈત્રીપૂર્ણ દેશોના કેડેટ્સને તાલીમ પણ આપશે. આ જહાજોને લોકોના સ્થળાંતર અને માનવતાવાદી સહાય અને કુદરતી હોનારત વખતે પણ કામમાં લઈ શકાય છે. 

22.5 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન
આ જહાજોને ચેન્નાઈના કટ્ટુપલ્લીમાં એલએન્ડટી શિપયાર્ડમાં સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાડા ચાર વર્ષના ગાળામાં 22.5 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન થશે. તેનાથી ભારતીય જહાજનિર્માણ અને એમએસએમઇ સહિત સંલગ્ન ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળશે. 

70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને પણ મંજૂરી

કેન્દ્ર સરકારે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને પણ મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)એ ભારતીય વાયુસેના માટે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે છ વર્ષના ગાળામાં આ વિમાનનો સપ્લાય શરુ થશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત એચટીટી-40 એક ટર્બોપ્રોપ એરક્રાફ્ટ છે, જેને ઓછી ઝડપથી હેન્ડલિંગ સુવિધા અને વધુ સારી તાલીમ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાયા છે. 

3000થી વધુ લોકોને રોજગારી મળશે 
સિંહે જણાવ્યું હતું કે ખરીદીના નિર્ણયથી સેંકડો એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય) માટે નવી તકો ખુલશે અને હજારો નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું હતું કે, સંરક્ષણમાં ભારતની આત્મનિર્ભરતા મજબૂત કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.વિમાન ખરીદીના નિર્ણયને કારણે 1,500 કર્મચારીઓને પ્રત્યક્ષ રોજગાર અને 100થી વધુ એમએસએમઇના 3,000 લોકો માટે પરોક્ષ રોજગારી મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ