બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / CBI team arrives in Mumbai to probe Sushant case, here is the planning of 3 teams, list of 5 names for interrogation

સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત કેસની તપાસ માટે CBIની ટીમ પહોંચી મુંબઈ, 3 ટીમોનું આ છે પ્લાનિંગ, પૂછપરછ માટે 5 નામની યાદી

Published By: Intern

Last Updated: 09:28 PM, 20 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહના કેસની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા CBIને સોંપાયા બાદ CBIની ટીમે મુંબઇમાં ધામા નાખ્યા છે. હાલ મળતી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ આ CBI અધિકારીઓને ક્વૉરન્ટાઈન ન કરવાનું નક્કી કર્યું છે.

  • સુશાંત કેસની તપાસ માટે મુંબઈ પહોંચી CBI
  • CBIની SIT ટીમ આવી છે તપાસ માટે 
  • BMCનું કહેવું છે તે CBI ઓફિસર્સને ક્વૉરન્ટાઈન નહીં કરે

હવે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ સુશાંત કેસની તપાસ માટે CBIની ટીમ પહોંચી મુંબઈ, 3 ટીમોનું આ છે પ્લાનિંગ, પૂછપરછ માટે 5 નામની યાદી

હવે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ CBIની કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ CBIની SIT ટીમ એક્શન મોડમાં આવી છે. હવે આજે એટલે કે ગુરુવારે સાંજે સીબીઆઈની ટીમ મુંબઇ પહોંચી હતી. BMCએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે સીબીઆઈ અધિકારીઓને ક્વૉરન્ટાઈન નહીં કરે.

સીબીઆઇ તપાસમાં સીબીઆઈ અધિકારીઓને મદદ કરતી વખતે બીએમસીએ આ છૂટ આપી છે, જ્યારે SITની ટીમે પણ કાર્યવાહીની યોજના તૈયાર કરી છે. મુંબઈમાં પહેલા પૂછપરછ કરવામાં આવશે તેવા 5 લોકોના નામ બહાર આવ્યા છે.

આ રીતે છે ટીમનું પ્લાનિંગ

સુશાંત કેસની તપાસ માટે સીબીઆઈએ 3 ટીમો બનાવી છે. દરેક ટીમમાં 3-3 સભ્યો હશે. તેનો અર્થ એ કે 9 લોકોની ટીમ સુશાંતના મોતની સત્ય જાણવા પ્રયાસ કરશે. 

પ્રથમ ટીમ દસ્તાવેજો અને કેસ ડાયરીની તપાસ કરશે. ટીમના અન્ય સભ્યો રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરશે. 

જ્યારે ત્રીજી ટીમનો અધિકારી બૉલીવુડ ગેંગ અને દુબઈ માફિયાના એંગલથી કેસની તપાસમાં સામેલ થશે. ગુરુવારે આ ત્રણેય ટીમો પહેલા મુંબઇ પોલીસ પાસેથી કેસ ડાયરી લેશે. 

આ સાથે મુંબઇ પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ સાથે સંબંધિત દસ્તાવેજો પણ લેવામાં આવશે.

CBIના અધિકારીઓને નહીં કરાય ક્વૉરન્ટાઈન

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીએમસીએ બુધવારે પોતાનું તેવર બતાવ્યા હતાં. મહાનગરપાલિકાએ કહ્યું હતું કે, જો CBIની ટીમ 7 દિવસથી ઓછા સમય માટે મુંબઈ આવી રહી છે, તો તેમને કોઈ સમસ્યા નથી. પરંતુ જો ટીમ 7 દિવસથી વધુ લાંબી રહેશે તો પહેલા તેઓએ પરવાનગી લેવી પડશે. જો કે, ગુરુવારે, બીએમસીએ ફેરવી તોળ્યું હતું અને તપાસમાં સહકાર આપતા સીબીઆઈ ટીમને ક્વોરેન્ટાઇન રૂલ્સમાં મુક્તિ આપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ CBIની SIT ટીમ એક્શન મોડમાં આવી છે. હવે આજે એટલે કે ગુરુવારે સાંજે સીબીઆઈની ટીમ મુંબઇ પહોંચી હતી. BMCએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે સીબીઆઈ અધિકારીઓને ક્વૉરન્ટાઈન નહીં કરે.

તપાસમાં સીબીઆઈ અધિકારીઓને મદદ કરતી વખતે બીએમસીએ આ છૂટ આપી છે, જ્યારે SITની ટીમે પણ કાર્યવાહીની યોજના તૈયાર કરી છે. મુંબઈમાં પહેલા પૂછપરછ કરવામાં આવશે તેવા 5 લોકોના નામ બહાર આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BMC Mumbai Supreme Court Sushant Singh Rajput cbi મુંબઈ સીબીઆઇ સુપ્રીમ કોર્ટ સુશાંત સિંહ રાજપુત Sushant Sinh Rajput

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ