બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / CBDT Report Tremendous surge in direct tax collection government coffers filled
Pravin Joshi
Last Updated: 05:16 PM, 11 February 2024
ADVERTISEMENT
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ રવિવારે જણાવ્યું હતું કે દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 18.38 લાખ કરોડ થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકાનો વધારો થયો છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા 10 ફેબ્રુઆરી સુધીનો છે.
ADVERTISEMENT
નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ રૂ. 15.60 લાખ કરોડ સુધી પહોંચ્યું
CBDT એ રવિવારે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 20.25 ટકા વધ્યું છે અને તે 15.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે. આ આંકડો નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજના 80.23 ટકા છે. આ સિવાય 10 ફેબ્રુઆરી સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકા વધીને 18.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
કોર્પોરેટ અને વ્યક્તિગત આવકવેરાના આંકડા પણ વધ્યા
સીબીડીટીએ કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આ આંકડા સતત વધી રહ્યા છે. આ સાથે કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (CIT) અને પર્સનલ ઈન્કમ ટેક્સ (PIT)ના આંકડા પણ સતત વધી રહ્યા છે. કોર્પોરેટ આવકવેરામાં 13.57 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 26.91 ટકાનો વધારો થયો છે. સીબીડીટીના ડેટા અનુસાર, 10 ફેબ્રુઆરી સુધી 2.77 લાખ કરોડ રૂપિયાના રિફંડ પણ જારી કરવામાં આવ્યા છે.
10 વર્ષમાં ITRની સંખ્યા બમણી થઈ
ભારત સરકારના ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા બમણી થઈને 7.78 કરોડ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023માં ફાઇલ કરાયેલા ITRની આ સંખ્યામાં 104.91 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં 3.8 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો : કર્મચારીઓ માટે એક બાદ એક ગુડ ન્યૂઝ! DA Hike જ નહીં HRAમાં પણ થશે વધારો
એક દાયકામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ 160.52 ટકાનો વધારો થયો
સીબીડીટીના ડેટા અનુસાર, આ જ સમયગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ 160.52 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં આ આંકડો 6,38,596 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 16,63,686 કરોડ થયું છે. આ 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ ટુ જીડીપી રેશિયો પણ 5.62 ટકાથી વધીને 6.11 ટકા થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT