બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / CBDT gave chance to link PAN card with Aadhaar card if link is not done there will huge loss

કામની વાત / PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાનો વધુ એક મોકો, 31 મે સુધી લિંક નહીં કરો તો થશે નુકસાન

Bhavesh Bhatti

Last Updated: 02:14 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવનારા લોકોને ઈન્કમ ટેક્સ તરફથી રાહત આપવામાં આવી છે. 31 મે સુધી PAN કાર્ડ લિંક કરાવા પર TDSમાં રાહત મળશે.

શું તમે PAN કાર્ડ હજુ સુધી તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યુ? તો તમારે ટેન્શન લેવાની જરુર નથી. એવા લોકો માટે એક રાહતની ખબર સામે આવી છે. ઈન્કમ ટેક્સ અને CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે એક રાહત જાહેર કરીને 31 મે 2024 સુધી પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમય આપ્યો છે. જો તમે 31 મે સુધી PAN કાર્ડને તમારા આધાર સાથે લિંક કરાવી દો છો તો TDSના કપાત પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. ઈન્કમ ટેક્સનો નિયમ છે કે, જો PAN કાર્ડને આધારથી નથી લિંક કરતા તો TDS બમણો કાપવામાં આવશે.

ટેક્સ પેયર્સ પાસેથી અનેક ફરિયાદો મળી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યુ કે, ટેક્સ પેયર્સ પાસેથી અનેક ફરિયાદો મળી છે જેમાં તેમને નોટિસો મળી હતી. નોટિસમાં કહેવાયુ છે કે, જ્યાં PAN કાર્ડ ડિએક્ટિવ હતા તેવી લેવડ-દેવડ વખતે TDS/TCSનું ઓછુ ડિડક્શન, કલેકશનની ચૂક થઈ છે. કપાત અને કલેકશન હાઈએસ્ટ દરના નથી કરવામાં આવ્યા જેથી વિભાગે TDS/TCSના ડિટેઈલ્સની પ્રોસેસિંગ વખતે ટેક્સની માગ કરી છે.

TDSની કપાત પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે

આ સંબંધે આવેલી ફરિયાદોના સમાધાન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે રાહત આપતા જણાવ્યુુ કે, 31 માર્ચ 2024 સુધી કરવામાં આવેલી લેવડ-દેવડના સંબંધમાં જો 31 મે 2024 સુધી PAN કાર્ડ આધાર સાથે લિંક કરી એક્ટિવ થઈ જાય છે તો TDSની કપાત પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

વધુ વાંચો: ફરી સોનાએ મારી છલાંગ! આટલા રૂપિયા વધી ગયા ભાવ, જાણો કેવી રહેશે ચાલ

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી PAN કાર્ડને આધાર સાથે નહીં જોડવાની બાબતે 601.97 કરોડ રુપિયા દંડ વસુલવામાં આવ્યો છે. 29 જાન્યુઆરી 2024 સુધી 11.48 કરોડ PAN કાર્ડ આધાર સાથે લિંક નથી થયા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ