બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 07:54 PM, 16 August 2019
હોર્મોન : એડ્રિનલ ફટીગ તરીકે ઓળખાતી આ સમસ્યા એડ્રિનલ ગ્રંથિ (ગ્લેન્ડ) જયારે ઓછું હોર્મોન પેદા કરે ત્યારે થતી હોય છે. જેનાથી સ્ટ્રેસ થાય છે. ગળી અને ખારી વસ્તું ખાવાની ઇચ્છા થાય છે. સતત થાકનો અનુભવ થાય છે.
ADVERTISEMENT
વિટામિન બી 12 : મગજ યોગ્ય રીતે કામ કરે તે માટે બી 12 અત્યંત જરુરી છે. તેની કમીથી અશકિત અને થાકનો અનુભવ થાય છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં બી 12ની કમી વધુ જોવા મળે છે. જરુર પડે ડોકટરની સલાહથી બી 12 સપ્લિમેન્ટસ લેવા જોઇએ.
ADVERTISEMENT
કેન્ડિડા : આ એક જાતની ફંગસ છે. મોઢામાં તેનું પ્રમાણ વધી જાય તો અનેક પ્રકારના બીજા ચેપ પણ લાગી શકે છે. વધુ પડતી ખાંડ કે કાર્બોહાઇડ્રેટસ લેતા લોકોને આ સમસ્યા વધુ થાય છે. તેનાથી સાંધાનો દુખાવો સતત થાકનો અનુભવ થાય છે.
ડિપ્રેશન : આધુનિક જમાનાની આ સમસ્યાથી દુનિયામાં કરોડો લોકો પીડાય છે. જેનાથી ભુખ ઘટે છે, પાચન શકિત ઘટે છે. પરિણામે શરીરમાં પોષક તત્વોની કમી સર્જાય છે. ઉંઘ પણ સારી રીતે આવતી નથી. પરિણામે આવી વ્યકિત ઉઠે ત્યારથી થાકનો અનુભવ કરે છે.
આયર્ન : તેની કમીથી લોહીમાં રકતકણો ઓછા થાય છે. જેના કારણે હિમેગ્લોબિન પણ ઘટતા લોહીની ઓકસીજન પહોંચાડવાની ક્ષમતા પણ ઘટે છે. પરિણામે અશકિત આવે છે. માથુ દુખ્યા કરે છે અને કાયરેક આંખે અંધારા પણ આવે છે.
બિમારી : શરીરમાં એવી બિમારી હોઇ શકે જેની હજુ ખબર ન પડી હોય અથવા ઉથલો ન માર્યો હોય. જેમકે હિપેટાઇટિસ, અસ્થમા, રુમેટાઇડ આર્થરાઇટિસ, કેન્સર વગેરે. લાંબો સમય દેખીતા કારણ વિના સતત થાક અનુભવાતો હોય તો ડોકટર પાસે પહોંચી જવું જોઇએ.
ખાંડનો અતિરેક : આલ્કોહોલની જેમ ખાંડનો પણ હેન્ગઓવર શરીર અનુભવે છે. વધુ પડતી ગળી ચીજો કે ઠંડા પીણા પીતા લોકોની રોગ પ્રતિકાર શકિત ઘટે છે. આવા લોકો કોઇ કારણ વગર શરીરમાં સ્ફુર્તિ જ ન હોય તેવું અનુભવે છે. વધુ પજતી ખાંડ હાર્ટ એટેક, ડાયાબિટિશ સહિત અનેક બિમારીઓને આમંત્રણ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.